ભારતના આ યુવા બોલરે બંને હાથે બોલિંગ કરી ઓસ્ટ્રેલિયનોને આંચકો આપી દીધો. જુઓ વીડિયો
બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવન સામે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાનો 103 રનથી વિજય થયો હતો. જોકે, આ મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને સૌથી વધુ પરેશાની ભારતીય બોલર અક્ષય કર્ણવારે કર્યા હતા. બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવન તરફથી રમી રહેલા ૨૪ વર્ષીય બોલર અક્ષય કર્ણેવારે મેચમાં ફેંકેલી છ ઓવરમાંથી એક ઓવરમાં બંને હાથે બોલિંગ કરી, જે ક્રિકેટમાં સામાન્ય રીતે બહુ જૂજ જોવા મળે છે. પોતાની છ ઓવરમાં અક્ષયે ટ્રેવિસ હેડની વિકેટ પણ ઝડપી હતી.
વિદર્ભના ૨૪ વર્ષીય અક્ષય કર્ણેવાર બંને હાથે એકસરખી રીતે ઓફ સ્પિન બોલિંગ કરી શકે છે. અક્ષય મોટા ભાગે જમણેરી બેટ્સમેન સામે ડાબા હાથથી અને ડાબોડી બેટ્સમેનને જમણા હાથથી બોલિંગ કરે છે. તેણે કરિયરની શરૂઆત જમણેરી ઓફ સ્પિનરના રૂપમાં કરી.















