મથુરામાં મહિલાએ કરી લીધી આત્મહત્યા, પતિ બનાવતો રહ્યો વીડિયો
લખનઉઃ ઉત્તરપ્રદેશની મથુરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરણિતાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી દીધી હતી. પરણિતાએ તેના પતિ અને સાસરિયાના લોકો સામે જ આત્મહત્યા કરી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આરોપ છે કે સાસરિયાવાળા મહિલાને દહેજ માટે ત્રાસ આપતા હતા. મહિલાએ તેના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. મહિલા આત્મહત્યા કરતી હતી ત્યારે તેના પતિએ આ વીડિયો બનાવ્યો હોવાનુ માનવામાં આવી રહ્યું છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
મથુરાના પ્રેમ નગર ગામમાં રહેનારી ગીતાના લગ્ન ત્રણ વર્ષ અગાઉ રાજકપૂર સાથે થઇ હતી. આરોપ છે કે તેના સાસરિયાવાળા દહેજ માટે ત્રાસ આપતા હતા. વીડિયોમાં જોઇ શકાય છે કે ગીતાના નણંદ અને સાસુ તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.






















