2016માં થયેલી અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીના થોડા દિવસો પહેલા જ ડેનિયલ્સે ટ્રમ્પના વકીલ સાથે એક કરાર કર્યો હતો. જે મુજબ તેણે ટ્રમ્પ સાથે સંબંધો પર મોં બંધ રાખવાનું હતું અને તેના બદલામાં સ્ટોમીને 1 લાખ 30 હજાર ડોલર આપવામાં આવ્યા હતા.
2/4
ડેનિયલ્સે આ પહેલા પણ ટ્રમ્પ પર આરોપ લગાવ્યા હતા. એક ટીવી કાર્યક્રમમાં સ્ટોર્મીએ કહ્યું હતું કે ટ્રમ્પ સાથે સંબંધો પર મોં બંધ રાખવા માટે તેને ધમકી આપવામાં આવી હતી. એક શોમાં તેણે કહ્યું કે, એક વ્યક્તિ અચાનક મારી સામે આવ્યો અને કહ્યું ટ્રમ્પને એકલો છોડી દે. સમગ્ર કહાની ભૂલી જાવ. તે વ્યક્તિને હું જાણતી પણ નહોતી. તેણે મારી દકરી સામે જોયું અને કહ્યું કેટલી પ્યારી બાળકી છે. જો તેની માતા સાથે કંઈ થશે તો શરમની વાત કહેવાશે.
3/4
ડેનિયલ્સે 2007માં ટ્રમ્પ સાથેની ઘટનાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, તે એક હોટલના રૂમમાં કેબલ ટેલિવિઝન સાથે ટ્રમ્પ સાથે શાર્ક વીક જોઈ રહી છે. તે સમયે ટ્રમ્પ પર હિલેરી ક્લિન્ટનનો ફોન આવ્યો અને ચૂંટણીને લઈ વાતચીત કરી, હિલેરી ક્લિન્ટન ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ ઉમેદવાર માટે બરાક ઓબામા સામે ઉભી હતી. તેણે પુસ્તકમાં એવું પણ લખ્યું છે ટ્રમ્પનું પેનિસ મશરૂમ જેવું છે અને તે સરેરાશથી પણ ટૂંકું છે.
4/4
વોશિંગ્ટનઃ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલે તેના નવા પુસ્તકમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેના અંગત સંબંધોનો ખુલાસો કર્યો છે. ડેનિયલ્સે તેના પુસ્તકમાં લખ્યું છે કે, તેણે અત્યાર સુધી જે લોકો સાથે સંબંધ બનાવ્યા તેમાં ટ્રમ્પ સાથેનો સંબંધ સૌથી ઓછો પ્રભાવશાળી કરનારો હતો.