શોધખોળ કરો
અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, આ કારણે 300 મિલિયન ડૉલરની મદદ કરી રદ્દ

1/3

આ નિર્ણય પર અમેરિકી પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન આંતકીઓને સુરક્ષિત પનાહ આપી રહ્યું છે. આ આતંકી છેલ્લા 17 વર્ષમાં અફઘાનિસ્તાનમાં આતંક ફેલાવી રહ્યા છે. તેને લઈને અમેરિકી અધિકારીઓએ પાકિસ્તાનને કડક ચેતવણી પણ આપી હતી. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન પોતાના વર્તનમાં બદલાવ કરે છે તો તેને આ મદદ બીજી વખત આપવા પર વિચાર કરવામાં આવી શકે છે.
2/3

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યુ છે. નવા વડાપ્રધાન ઇમરાન ખાન સામે સૌથી મોટો પડકાર પાકિસ્તાનને આ આર્થિક સંકટમાંથી બહાર કાઢવાનું છે. ઈમરાન ખાને સરકારી ખર્ચામાં પણ ઘટાડો કર્યો છે. પાકિસ્તાન પર પહેલેથી દુનિયાભરની અનેક સંસ્થાઓનું દેવુ પણ છે.
3/3

નવી દિલ્હી: આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને અમેરીકાએ મોટો ઝટકો આપ્યો છે. એમેરિકી રક્ષા મંત્રાલયે પાકિસ્તાને આપવામાં આવતા 300 મિલિયન ડૉલરની મદદ રદ્દ કરી દીધી છે. રક્ષા મંત્રાલયનું કહેવું છે કે પાકિસ્તાને આંતકીઓ વિરુદ્ધ કાર્યવાહી નથી કરી. ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પાકિસ્તાનને આ બાબતે પહેલાજ ચેતવણી આપી ચુક્યા હતા.
Published at : 02 Sep 2018 09:03 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગાંધીનગર
અમદાવાદ
ગુજરાત
Advertisement
