શોધખોળ કરો
પાકિસ્તાનમાં ચૂંટણી રેલીઓમાં બોમ્બ બ્લાસ્ટ, 115ના મોત, 200થી વધુ ઘાયલ
1/3

જણાવી દઈએ કે ભ્રષ્ટાચારના આરોપમાં પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને તેની પુત્રી મરિયમ નવાઝ શરીફ સાથે લાહોરના અલામા ઈકબાલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી. લાહોરથી હેલિકોપ્ટર દ્વારા તેને ઈસ્લામાબાદ લાવવામાં આવશે, ત્યાંથી તેમને રાવલપિંડી સેન્ટ્રલ જેલ મોકલવામાં આવશે. પાકિસ્તાનમાં આ મહિનાની 25 તારીખે સ્થાનિક ચૂંટણી માટે મતદાન થશે.મરિયમ લાહોરની બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.
2/3

કરાચી: પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેની પુત્રી મરિયમની ધરપકડ પહેલા પાકિસ્તાનમાં ચૂંટણી રેલીમાં બે મોટા બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેનાથી પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. આ બન્ને વિસ્ફોટમાં અત્યાર સુધી 115 લોકોના મોત અને 200થી વધુ ઘાયલ થયા હોવાના સમાચાર છે.
Published at : 13 Jul 2018 10:50 PM (IST)
Tags :
PAKISTAN ELECTIONView More





















