શોધખોળ કરો
ચીનની ફરી અવળચંડાઈઃ આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર ન કરાયો
1/4

ચીનના વિદેશ મંત્રાલયનાં સૂત્રોએ કહ્યું છે કે, ‘ચીને આ પ્રસ્તાવનું ખંડન કર્યું છે, કારણ કે તેમાં સર્વસંમતિ સધાઈ નથી. ચીનની ત્રણ મહિનાની આ રોક આજે પૂરી થઈ રહી છે.’ આ સળંગ બીજા વર્ષે ચીને આ પ્રસ્તાવને બ્લોક કર્યો છે. ગયા વર્ષે ચીને આ કમિટી સમક્ષ ભારતના નિવેદન પર અડંગો લગાવ્યો હતો.
2/4

અઝહર દ્વારા બનાવાયેલા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદને અમેરિકાએ પહેલેથી જ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનની યાદીમાં મૂક્યું છે. ચીને ઓગસ્ટમાં અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન સમર્થિત પ્રસ્તાવ પર તકનીકી રોકને ત્રણ મહિના માટે લંબાવી હતી. આ પહેલાં ફ્રેબુઆરીમં પણ તેણે આમ કર્યું હતું.
Published at : 03 Nov 2017 07:55 AM (IST)
View More























