શોધખોળ કરો
ચીને સદ્દામ, કુરાન, મક્કા જેવા ઇસ્લામિક નામ રાખવા પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
1/4

ચીનનો આરોપ છે કે, કેટલીક ઉઇધુર જાતિ વિદ્રોહી જૂથ અલગ ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટે હિંસા ફેલાવી રહ્યા હતા. જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. પરંતુ માનવાધિકાર સંગઠનનો આક્ષેપ છે કે, ચીનની દમનકારી નિતિઓના વિરોધમાં હિંસા થાય છે. ઉઇધુર તુર્કી મૂળના મુસ્લિમ સમુહ છે જે પોતાની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને કારણે ઓળખાય છે.
2/4

ચીન પ્રમાણે આ નિર્ણય આતંકવાદ સામે લડવા માટે ઉઠાવેલ કડક પગલું છે. આ ક્ષેત્રમાં કરોડો ઉઈધુર જાતીની આબાદી રહે છે. રેડિયો ફ્રી એશિયાના એક અધિકારીના અહેવાલ પ્રમાણે, સત્તારુઢ ચાઈનિઝ કમ્યુનિષ્ટ પાર્ટીના જાતીય લઘુમતિમાં નામ રાખવાના નિયમો પ્રમાણે બાળોકોના નામ કુરાન, મક્કા, જેહાદ, ઇમામ, સદ્દામ, હજ અને મદિના જેવા નામ રાખવા પર પ્રતિબંધ મુકી દીધો છે.
Published at : 04 Jul 2017 02:19 PM (IST)
View More























