Agriculture News: દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, શેરડી-ચીકુની ખેતી કરતાં ખેડૂતોની વધી ચિંતા
આહવામાં વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. નાગલી, શેરડી, સ્ટ્રોબેરીની ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધી છે. આગામી બે દિવસ હજુ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Agriculture News: હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આહવામાં વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. નાગલી, શેરડી, સ્ટ્રોબેરીની ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધી છે. આગામી બે દિવસ હજુ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
12 અને 13 તારીખે વરસાદની કરાઈ હતી આગાહી
સમગ્ર ગુજરાતમાં આં વર્ષે 2022માં કમોસમી વરસાદ અતિવૃષ્ટિથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર ચક્રવાતને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચક્રવાત મૈંડુસને લઇ 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. હાલ વરસાદ શરૂ થતાં કેરી, ચીકુ સહિત અન્ય પાકોમાં ભારે નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
દક્ષિણ ગુજરાતમાં ફળ પાકએ ખેડૂતો માટે સોનું સમાન માનવામાં આવે છે. કારણકે આ ફળ પાકો સમગ્ર દેશમાં વખણાયેલા છે. હાલ ચીકુ પહેલેથીજ મોળા આવી રહ્યા છે ઉપરાંત આંબા પર ફળ આવવા સમયે વરસાદના ઝાપટા ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન બની ગઈ છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારના એક માત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરીયા કોણ છે ?
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં 16 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા. આઠ કેબિનેટ મંત્રીએ શપથ લીધા હતા. બે રાજ્યમંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે જ્યારે મંત્રીમંડળમાં છ રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા. રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં તેઓ એક માત્ર મહિલા મંત્રી છે.
- ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય તરીકે સતત બીજીવાર ચૂંટાઈને આવ્યા છે
- 2012માં પ્રથમ વાર રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય બન્યા હતાં
- રાજકોટ વોર્ડ નંબર એકના કોર્પોરેટર તરીકે 2019માં ચૂંટાયા હતા
- ભાનુબેન બાબરીયાના સસરા માધુભાઈ બાબરીયા પણ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય હતા
- ભાનુબેન બાબરીયાના પતિ મનહરભાઈ બાબરીયા પણ ભાજપના સક્રિય અગ્રણી છે
- રાજકોટ ગ્રામ્ય અનામત બેઠકમાં સતત બીજી વખત ચૂંટાઈને આવ્યા છે