નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ
મેલબોર્નના ઐતિહાસિક ક્રિકેટ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Nitish Reddy Test Century: મેલબોર્નના ઐતિહાસિક ક્રિકેટ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ સ્ટીવ સ્મિથની સદીની મદદથી 474 રન બનાવ્યા હતા. આ મેચમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત જેવા મહાન બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા અને મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. એક સમયે ટીમ ઈન્ડિયાએ 221 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતો નીતીશ રેડ્ડી 8મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે શરૂઆતમાં સમય લીધો, પરંતુ એકવાર તે ક્રિઝ પર ટકી ગયો અને શાનદાર બેટિંગ કરી હતી.
નિતીશ રેડ્ડીએ કામલ કર્યો
નિતીશ રેડ્ડીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત અડધી સદી ફટકારી હતી. આ પછી તે અહીં જ ન અટક્યો, તેણે અડધી સદીને સદીમાં બદલી અને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર લાવ્યો. રેડ્ડી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટમાં નંબર-8 પર સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેની પહેલા કોઈ ભારતીય ખેલાડી આવો કરિશ્મા કરી શક્યો ન હતો. હવે તેણે પોતાની દમદાર બેટિંગથી નવો ઈતિહાસ રચ્યો છે.
વર્તમાન શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તેણે ટીમ ઈન્ડિયા માટે 4 ટેસ્ટ મેચમાં કુલ 284 રન બનાવ્યા છે. તેણે ભારત માટે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે, જેમાં તેણે 90 રન બનાવ્યા છે. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી છે. તેના નામે 26 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 958 રન છે. તે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે અને છેલ્લી સિઝનમાં તેણે ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો હતો. તે આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 15 મેચ રમી ચૂક્યો છે.
સ્ટાર ભારતીય બેટ્સમેનો ફ્લોપ રહ્યા છે
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમ માટે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા આવ્યા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે કેપ્ટન રોહિત માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ત્રીજા નંબરે આવેલ કેએલ રાહુલ પણ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તેણે 24 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને ઋષભ પંત પણ કંઈ ખાસ બતાવી શક્યા ન હતા. વોશિંગ્ટન સુંદરે ચોક્કસપણે 50 રન બનાવ્યા. સુંદર અને નીતીશ રેડ્ડીના કારણે જ ટીમ ઈન્ડિયા ફોલોઓન બચાવવામાં સફળ રહી હતી. ભારતે અત્યાર સુધીમાં 358 રન બનાવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
