Eucalyptus Farming: ખેતરમાં વાવો આ ઝાડ, પાંચ વર્ષમાં થશે 50 લાખથી વધારે કમાણી
Eucalyptus Farming Profit: આ ખેતીમાં વધારે ખર્ચ નથી થતો. એક હેક્ટરમાં આશરે 3000 વૃક્ષ વાવી શકાય છે. નર્સરીમાં આ વૃક્ષનો છોડ 7-8 રૂપિયામાં મળે છે.
Eucalyptus Farming India: નીલગિરી ઓસ્ટ્રેલિયા મૂળનું વૃક્ષ છે. જે ઓછા સમયમાં ખૂબ ઝડપતી વધે છે. તેના લાકડાનો ઉપયોગ હાર્ડ બોર્ડ, લુગદી, ફર્નીચર, પાર્ટિકલ બોર્ડ અને ઈમારતો બનાવવામાં થાય છે.
ઓછા ખર્ચે મળી શકે છે મબલખ નફો
નીલગિરીની ખેતીમાં વધારે ખર્ચ થતો નથી. એક હેક્ટરમાં આશરે 3000 વૃક્ષ વાવી શકાય છે. નર્સરીમાં આ વૃક્ષના છોડ 7-8 રૂપિયામાં મળે છે. તેને ખરીદવાનો ખર્ચ આશરે 21 હજાર રૂપિયા આવે છે. અન્ય ખર્ચ ઉમેરવામાં આવે તો આશરે 25 હજાર રૂપિયા ખર્ચ થસે. 4-5 વર્ષ બાદ દરેક વૃક્ષમાંથી આશરે 400 કિલો લાકડું મળે છે. એટલે કે 3000 વૃક્ષમાંથી 12,00,000 કિલો લાકડું મળશે. આ લાકડું માર્કેટમાં 6 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આ સ્થિતમાં તેને વેચવા પર 72 લાખ રૂપિયા કમાણી થઈ શકે છે. જો ખર્ચ કાઢવામાં આવે તો પણ ઓછામાં ઓછો 50 લાખ રૂપિયાનો નફો 4 થી 5 વર્ષમાં થાય છે.
કેવી જમીનમાં થાય છે આ વૃક્ષ
આ વૃક્ષ કોઈપણ પ્રકારની જમીનમાં ઉગી શકે છે. દરેક મોસમમાં ઉગાડી શકાય છે. આ ઝાડ ઊંચું હોય છે. જેની ઊંચાઈ 30 થી 90 મીટર સુધી હોય છે. ખાડો ખોદીને તેમાં છાણીયું ખાતર નાંખવામાં આવે છે. રોપણીના 20 દિવસ પહેલા આવા ખાડા તૈયાર કરી લેવા જોઈએ. દરેક વૃક્ષ વચ્ચે 5 ફૂટનું અંતર રાખવું જોઈએ.
ચોમાસાની સીઝન રોપણી માટે શ્રેષ્ઠ
આ ઝાડની રોપણી માટે ચોમાસાની સીઝન સર્વશ્રેષ્ઠ છે. આ દરમાયન પ્રારંભિક સિંચાઈની જરૂર પડતી નથી. જો ચોમાસા પહેલા રોપણી કરવામાં આવી હોય તો શરૂઆતમાં દર સપ્તાહે પાણી આપવું પડે છે. ચોમાસાની સીઝનમાં 40 થી 50 દિવસના અંતરે પાણી આપવું જોઈએ તથા સામાન્ય મોસમમાં 30 દિવસના અંતરે પાણી આપવું જોઈએ.