શોધખોળ કરો

Banana Farming: ઉપલેટાના ખેડૂતે પ્રાકૃતિક પદ્ઘતિથી કરી કેળાની ખેતી, મામૂલી ખર્ચે મેળવી તોતિંગ આવક

માત્ર જીવામૃત અને ઘનજીવામૃતનાં ઉપયોગથી પણ કાનાભાઈના ખેતરમાં અંદાજે 20 કિલોગ્રામથી 25 કિલોગ્રામ સુધીની કેળાની લૂમ છોડ પર ઝૂલી રહી છે.

Gujarat Agiculture News: આપણા કૃષિપ્રધાન દેશમાં પ્રકૃતિ સંગાથે પ્રગતિની નવી દિશા આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશન મોડમાં કામગીરી થઈ રહી છે. તેના સુખદ-ફાયદાકારક પરિણામો પણ સામે આવવા લાગ્યા છે, ત્યારે અત્રે વાત કરીશું ઉપલેટા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત કાનાભાઈ સુવાની, જેમણે કેળામાં પ્રાકૃતિક ખેતી અપનાવીને ખર્ચ નહિવત્ કરી નાંખ્યો છે, ઉત્પાદન વધાર્યું છે અને તેમની આવક બમણી થઈ છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળિયા ગામમાં રહેતા કાનાભાઈ સુવાએ બે વર્ષ સુધી બે એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કેળાનું ઉત્પાદન કર્યું છે. તેઓ જણાવે છે કે રાસાયણિક ખેતીમાં ટીસ્યુ કલ્ચર પ્લાન્ટ રૂ. 12-15નો આવે જેના માટે ખાડો ખોદી પાયામાં ડી.એ.પી., એસ.એસ.પી. નાખવાનો ખર્ચ અને જંતુનાશક દવાઓનો ખર્ચ જોતાં છોડ મોટો થાય ત્યાં સુધીમાં એક એકરે કેળાની ખેતીમાં રૂ. 25 હજારથી 30 હજારનો ખર્ચ થઈ જાય. એક એકરમાં 1200-1300 છોડ આવે. જે મુજબ એક એકરમાં રૂ.35 હજારથી 40 હજારનો ખર્ચ થાય. જયારે પ્રાકૃતિક ખેતીમાં આવો કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ થતો નથી.

કાનાભાઈ માત્ર ગાયના ગોબર અને ગૌમુત્ર તેમજ અન્ય પ્રાકૃતિક પદાર્થો જીવામૃત અને ઘન જીવામૃતનો જ ઉપયોગ કરે છે. કોઈ પણ જાતના અન્ય ખાતરની જરૂરિયાત રહેતી જ નથી. ઘન જીવામૃત દર ત્રણ મહીને છાંટવાથી પણ ઉત્તમ પરીણામ મળે છે. માત્ર જીવામૃત અને ઘનજીવામૃતનાં ઉપયોગથી પણ કાનાભાઈના ખેતરમાં અંદાજે 20 કિલોગ્રામથી 25 કિલોગ્રામ સુધીની કેળાની લૂમ છોડ પર ઝૂલી રહી છે.

Banana Farming: ઉપલેટાના ખેડૂતે પ્રાકૃતિક પદ્ઘતિથી કરી કેળાની ખેતી,  મામૂલી ખર્ચે મેળવી તોતિંગ આવક

કાનાભાઈ 1 એકરમાં રસાયણયુકત ખેતી અને પ્રાકૃતિક ખેતીની સરખામણી કરતા જણાવે છે કે રસાયણયુકત ખેતીમાં કેળાનું ઉત્પાદન 15 હજાર કિલોગ્રામ થાય છે, જયારે પ્રાકૃતિક કૃષિ 20 હજાર કિલોગ્રામ ઉત્પાદન આપે છે. તેમજ વેચાણ કરતા પ્રતિ કિલોગ્રામ રૂ. 20 અને પ્રાકૃતિક કૃષિમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 30નો ભાવ મળે છે. રસાયણયુકત ખેતીમાં ખર્ચ રૂ. 35 હજારથી 40 હજારની સામે પ્રાકૃતિક કૃષિમાં માત્ર રૂ. 10 હજારનો ખર્ચ થાય છે. જયારે રસાયણયુકત ખેતીમાં કુલ આવક રૂ 3 લાખની સામે પ્રાકૃતિક કૃષિમાં રૂ. 6 લાખની કુલ આવક થાય છે. એટલે કે રસાયણયુકત ખેતીમાં ચોખ્ખો નફો રૂ. 2 લાખ 60 હજાર થાય છે, જયારે પ્રાકૃતિક કૃષિમાં ચોખ્ખો નફો રૂ. 5 લાખ 90  હજાર થાય છે.

Banana Farming: ઉપલેટાના ખેડૂતે પ્રાકૃતિક પદ્ઘતિથી કરી કેળાની ખેતી,  મામૂલી ખર્ચે મેળવી તોતિંગ આવક

આ પદ્ધતિમાં ખર્ચ કાયમ માટે નહિવત્ રહેવાનો છે અને ઉત્પાદન ક્રમશ: વધતું રહેવાનું છે. પ્રાકૃતિક ખેતીના કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધતો જાય છે. આ વર્ષે કેળાનું ઉત્પાદન લીધું હોય તે બીજા વર્ષે વધશે. કારણ કે એક છોડના બદલે બે છોડમાં લૂમ આવશે. કેળાની ગુણવત્તા એટલે કે સ્વાદ અને સુગંધ સારી હોવાથી તેના ભાવ પણ વધુ મળે છે.

કાનાભાઈ રાજ્ય સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહે છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કેળાનું રીટેઇલ વેચાણ કરવા ઉપલેટા જાઉં છું, ત્યારે લોકો મારી પાસે જ કેળા લેવાનો આગ્રહ રાખે છે. બીજે ક્યાંય જતા નથી, જે વાતની મને ખુશી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget