શોધખોળ કરો
શું પરિવારના દરેક સભ્યને પીએમ કિસાન યોજનામાં ₹6000 મળે? જાણો એક પરિવારમાં કોને મળે લાભ
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે.
જોકે, ઘણા ખેડૂત મિત્રોમાં હજુ પણ મૂંઝવણ છે કે શું એક જ ઘરમાં રહેતા પતિ, પત્ની અને પુખ્ત વયના બાળકો અલગ-અલગ અરજી કરીને આર્થિક સહાય મેળવી શકે છે? સરકારે આ અંગે 'વન ફેમિલી, વન બેનિફિટ' નો કડક નિયમ બનાવ્યો છે. જાણો, તમારી યોગ્યતા (Eligibility) અને અરજીના નિયમો વિશેની સંપૂર્ણ માહિતી.
1/6

વર્ષ 2019 માં શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. પાત્રતા ધરાવતા ખેડૂતોને વાર્ષિક ₹6,000 ની રકમ ત્રણ સમાન હપ્તામાં (₹2,000 દરેક હપ્તે) સીધી બેંક ખાતામાં (DBT) ટ્રાન્સફર કરવામાં આવે છે.
2/6

સરકારના સ્પષ્ટ નિયમો અનુસાર, પીએમ કિસાન યોજનાનો લાભ 'પરિવાર દીઠ' આપવામાં આવે છે, 'વ્યક્તિ દીઠ' નહીં. આનો અર્થ એ છે કે એક પરિવારમાંથી માત્ર એક જ સભ્ય આ યોજનાનો લાભાર્થી બની શકે છે. જો પતિ અને પત્ની બંને ખેતીકામમાં જોડાયેલા હોય અથવા બંનેના નામે જમીન હોય, તો પણ તેમાંથી કોઈ એકને જ આ સહાય મળવાપાત્ર છે. સરકારની દ્રષ્ટિએ પરિવાર એટલે પતિ, પત્ની અને સગીર બાળકો.
Published at : 28 Dec 2025 03:54 PM (IST)
આગળ જુઓ
Advertisement




















