શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત બજેટમાં કમલમ્ નું વાવેતર વધારવા કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી ? જાણો શું છે આ ફ્રૂટના ફાયદા
ગુજરાત બજેટમાં કમલમ્ (ડ્રેગન ફ્રૂટ)નું વાવેતર વધારવા માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત બજેટમાં કમલમ્ (ડ્રેગન ફ્રૂટ)નું વાવેતર વધારવા માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે ડ્રેગન ફ્રૂટ કમળ જેવું દેખાય છે, તેથી આ ફ્રૂટ ગુજરાતમાં કમલમ્ નામે ઓળખાશે. ગુજરાતના ઘણા ખેડૂતો મોટા પાયે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. તેથી ગુજરાત સરકારનું માનવું હતું કે ફ્રૂટમાં ડ્રેગન શબ્દનો ઉપયોગ ન થવો જોઈએ. આ કારણે તેનું નામ ગુજરાતમાં કમલમ્ કરવામાં આવ્યું હતું.
બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. 369 /- કરોડની જોગવાઈ#GujaratGrowthBudget2022 pic.twitter.com/m2XDZ9SbZQ
— Kanu Desai (@KanuDesai180) March 3, 2022
આ ફ્રુટ મૂળ ક્યાંનું છે ? જાણો ખાવાથી શું શું થાય છે ફાયદા ?
- વિકિપીડિયા મુજબ આ ફળ મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાનું ફળ છે. એશિયાઇ મૂળના લોકોમાં આ ફળ અત્યંત લોકપ્રિય છે. તેનો સ્વાદ થોડો મીઠો હોય છે. આ ફળનો દેખાવ અત્યંત ઘાટા રંગનો અને ફૂલ મનમોહક હોય છે. સ્વાદ સિવાય આ ફળ વધુ પ્રમાણમાં પાણી અને તત્ત્વો ધરાવે છે, જે દૈનિક આહારમાં જરૂરી હોય છે.
- ડ્રેગન ફ્રૂટમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ, ફાઈબર્સ અને વિટામિન સી હોય છે. તે ઘણા ગંભીર રોગોથી રિકવરીમાં કરવામાં મદદ કરે છે. બીટા કેરોટિન અને લાયકોપીન પણ ડ્રેગન ફળમાં જોવા મળે છે. કેરોટીનોઇડ રિચ ખોરાક લેવાથી કેન્સર અને હ્રદયરોગનું જોખમ ઓછું થાય છે. ડ્રેગન ફળ તમારી રોગપ્રતિકારક શક્તિને તેમજ તમારા પેટને મજબૂત બનાવે છે. જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો પણ, ડ્રેગન ફ્રૂટ તમારા માટે શ્રેષ્ઠ છે.
- ડ્રેગન ફ્રૂટમાં કુદરતી એન્ટીઓકિસડન્ટ પ્રભાવની સાથે સાથે ફ્લેવોનોઈડ્સ, ફિનોલિક એસિડ્સ, એસ્કોર્બિક એસિડ અને ફાઇબર હોય છે. આ બધા તત્વો લોહીમાં સુગરની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. જો લોકો ભવિષ્યમાં ડાયાબિટીઝના જોખમને ટાળવા માંગતા હોય તો ડ્રેગન ફ્રૂટનું સેવન કરવું જોઈએ.
- ડ્રેગન ફળમાં જોવા મળતા નાના કાળા દાણાઓ ઓમેગા -3 અને ઓમેગા -9 ફેટી એસિડ્સના સારા સ્રોત છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે. ડ્રેગન ફ્રૂટ ટોટલ કોલેસ્ટરોલ, ટ્રાઇગ્લિસરાઇડ અને નીચા ઘનતાવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. તો, તે સારા કોલેસ્ટરોલને વધારવામાં પણ મદદ કરી શકે છે.
- ડ્રેગન ફ્રૂટ પાચનને તંદુરસ્ત રાખે છે. તેઓ પેટ અને આંતરડાના સારા માઇક્રોબાયોમને પ્રોત્સાહન આપે છે. આ પેટ અને આંતરડાને લગતા વિકારોને દૂર રાખવામાં અને પેટ અને આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. ડ્રેગન ફ્રૂટ ફાઇબર અને ઘણા બધા વિટામિન્સથી ભરપૂર હોય છે, જે પાચન તંત્રને સુધારવામાં મદદ કરી શકે છે.
- ડ્રેગન ફ્રૂટ એન્ટીઓકિસડન્ટથી સમૃદ્ધ છે અને સંધિવાને દૂર કરવામાં મદદ કરી શકે છે. ડ્રેગન ફ્રૂટ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનો સારો સ્રોત હોવાથી તેનો ઉપયોગ હાડકાં અને દાંત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડ્રેગન ફ્રૂટમાં હાજર મેગ્નેશિયમ હાડકા અને દાંત માટે પણ ફાયદાકારક હોઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion