શોધખોળ કરો

ikhedut પોર્ટલ અપડેટ કરી પેપરલેસ બનાવવા રજૂઆત, યુનિક આઈડી આપવાથી ખેડૂતોને થશે આ 18 લાભ

Agriculture News: હાલ ગુજરાતના ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અરજીઓ કરવી પડે છે.

Agriculture News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ત મુજબ દેશ ડિજિટલ ક્રાંતિ તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. વિશ્વના દેશો આજે ભારતની ટેકનોલોજી અપનાવવા માટે આતુર છે ત્યારે ગુજરાતના ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અરજીઓ કરવી પડે છે. આ માટે ગુજરાત ભાજપ કિસાન મોરચા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલને કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેષભાઇ પટેલ તથા પ્રદેશ મહામંત્રીશ્રી સરદારભાઇ ચૌધરી, પ્રદેશ મહામંત્રી હિરેન હિરપરા અને પ્રદેશ હોદ્દેદારો દ્વારા ikhedut પોર્ટલ અપડેટ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર કુદરતી આપત્તિઓ વખતે ખૂબ મોટા પાયે સહાય જાહેર કરે અથવા ટેકાના ભાવથી ખરીદી કરે ત્યારે પણ નોંધણીની જરૂરિયાત ઊભી થતી હોય છે. આવા અનેક પ્રશ્નોના નિરાકરણ માટે કર્ણાટકમાં તત્કાલીન ભાજપ સરકારે ૨૦૧૮માં FRUITS નામથી ખેડૂતોનો ડેટાબેઝ બનાવી તેમને યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપેલ છે. જે ખેડૂતોને લગતી દરેક યોજનાઓ, મહેસુલ કે અન્ય સરકારી લાભોમાં લિંક થયેલ હોય છે. જેના પરિણામે ખેડૂતોને વારંવાર અરજીઓ કરવામાંથી મુક્તિ મળે છે. જેથી તેમનો સમય અને ખર્ચ બચે છે, તેમજ સરકારી કચેરીઓનો પણ સમય અને ખર્ચ બચે છે. આપણા રાજ્યમાં પણ આ પ્રકારે ડેટાબેઝ તૈયાર કરવામાં આવે તો લાખો ખેડૂતોને અને સરકારને ખૂબ લાભદાયી થઇ શકે તેમ છે. આપણી પાસે ikhedut પોર્ટલ છે જેનો ઉપયોગ ફક્ત સહાયો પૂરતો જ થાય છે. આ પોર્ટલમાં જ બીજા મોડ્યૂલ ઉમેરી યુનિક ikhedut id આપી શકાય એમ છે.

કર્ણાટક સરકારે શરુ કરેલ FRUITS પોર્ટલ પર નીચે મુજબના ફીચર્સ આપેલ છે

  • ખેડૂતની વ્યક્તિગત વિગતો જેવી કે આધાર, બેન્ક, મોબાઈલ, જાતિ, વગેરે
  • ખેડૂતની જમીનની વિગતો
  • ઉગાડેલ પાકની વિગતો
  • જમીનદીઠ મળેલ સરકારી લાભ
  • ખેડૂતદીઠ મળેલ સરકારી લાભ
  •  ખેતીની જમીન ધરાવતા અને ન ધરાવતા ખેડૂતોનો ડેટાબેઝ
  • અન્ય વિભાગો સાથે સંકલન જેવા કે કૃષિ, બાગાયત, પશુપાલન, સિવિલ સપ્લાય, મહેસુલ વગેરે
  •  દરેક યોજનાના લાભો અને સહાયો FRUITS ના માધ્યમથી જ ચૂકવવા માટે સ્ટેટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડાણ
  • વેબસાઈટ અને મોબાઇલ એપ
  •  હવામાનની વિગતો
  • NPCI સાથે ડેટા સિડિંગ
  • ખેડૂતો, સરકાર અને બેંકો માટે કોમન ડેટાબેઝ
  • ધિરાણની વિગતો અને બોજ નોંધો FRUITS દ્વારા નોંધાશે
  • ઉપરાંત અન્ય ઘણા મોડ્યૂલ

ikhedut પોર્ટલ અપડેટ કરી પેપરલેસ બનાવવા રજૂઆત, યુનિક આઈડી આપવાથી ખેડૂતોને થશે આ 18 લાભ

યુનિક ID આપવાથી રાજ્યના ખેડૂતોને અને સરકારને નીચે મુજબના ફાયદા થશે:

1. ડેટા સેન્ટ્રલાઈઝેશન:
આ એપ્લિકેશન દ્વારા ખેડૂતોનો સેન્ટ્રલાઇઝ્ડ ડેટા તૈયાર થતા સરકારી અધિકારીઓને માહિતીનું ઍક્સેસ કરવાનું સરળ બનશે. જેથી નીતિ ઘડતર, સંસાધન ફાળવણી જેવા કે ખાતર, બિયારણ, વગેરે અને કૃષિ વિકાસ માટે આયોજન બનાવવામાં મદદ કરી શકે છે.
2. સુવ્યવસ્થિત નોંધણી પ્રક્રિયા: યુનિક ID ની મદદથી ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયાને સરળ બનશે, જેથી કાગળ, અધિકારીઓનો સમય, ખેડૂતોનો સમય અને નાણાંની બચત થશે અને સરળતાથી તેમની માહિતી અને દસ્તાવેજો ઓનલાઇન સબમિટ થઇ શકશે.
૩. સરકારી યોજનાઓનો ખેડૂતોને સીધો લાભ: આ એપ્લિકેશન દ્વારા નોંધાયેલ ખેડૂતો સરકારી યોજનાઓ, સબસિડી અને લાભો માટે સરળ ઍક્સેસ મેળવી શકશે. એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે સરકાર વધુ અસરકારક રીતે સહાયના નિર્ધારિત લક્ષ્યાંકો પુરા કરી શકશે.
4. પાકની માહિતી (પાણી પત્રક):
આ એપ્લિકેશનમાં ખેડૂત અને તેની જમીન લિંક કરી પાણી પત્રક ભરવાની સુવિધા આપી શકાય જેથી ખેડૂતોને જે પાકની ખેતી કરી રહ્યા છે તે ડેટાનો ઉપયોગ પાકની પેટર્ન, રોગના પ્રકોપ, સંભવિત નુકસાન, ઉપજના અંદાજો વગેરે માહિતી મેળવવામાં સમય અને રિસોર્સની બચત થાય તેમજ સયોટ માહિતી મળી શકે
5. MSP ખરીદીમાં ઉપયોગી
આ સુવિધાથી અગાઉથી જ પાણી પત્રક ઓનલાઇન ભરાઇ જશે જેથી MSP થી ખરીદીમાં ભ્રષ્ટાચારને ટાળી શકાશે અને પારદર્શક રીતે ખરીદી થઇ શકશે તેમજ ખેડૂતોને વારંવાર નોંધણી કરવાની જરૂર પણ નહિ રહે.
6. આધાર સિડિંગ:
આધાર કાર્ડ સાથે યુનિક id ને લિંક કરવાથી આપમેળે બેંક ખાતું પણ લિક થઇ જશે જેથી DBT ના માધ્યમથી સરકારી લાભો પહોંચી સરળતાથી અને પારદર્શક રીતે પહોંચી શકશે.
7. કુદરતી આપત્તિઓમાં સહાય
આપત્તિઓ વખતે સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયો યુનિક ID ના માધ્યમથી સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડી, 'સાચો રહી ન જાય અને ખોટો લઇ ન જાય' એ પ્રકારે આયોજન કરી શકાય.
8. સરકારના વિવિધ વિભાગોનું સંકલન:
યુનિક id દ્વારા સરકારના કૃષિ વિભાગ, મહેસુલ વિભાગ, બાગાયત વિભાગ, સહકાર વિભાગ, વગેરે વિભાગોનું સંકલન સરળ બનશે જેનો સીધો લાભ ખેડૂતોને અને સરકારને થશે.

9. મહેસુલી રેકોર્ડ્સ સાથે જોડાણઃ
ખેડૂતોના યુનિક id અને તેમની જમીનના રેકર્ડસને જોડવાથી રેવન્યુને લગતી વિવિધ સેવાઓ જેવી કે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, ૭/૧૨ ૮/અ ઉતારા, 135D ની નોટિસો, વગેરે સરળતાથી પ્રદાન કરી શકાય છે

ikhedut પોર્ટલ અપડેટ કરી પેપરલેસ બનાવવા રજૂઆત, યુનિક આઈડી આપવાથી ખેડૂતોને થશે આ 18 લાભ

10. હવામાન અને બજાર માહિતી:
હવામાન અને બજારના ડેટા સાથે એકીકરણ કરવાથી ખેડૂતોને હવામાન પરિસ્થિતિઓ અને બજાર કિંમતો વિશે વાસ્તવિક સમયની માહિતી પ્રદાન કરી શકાય છે. આનાથી તેમને તેમની પેદાશોના વાવેતર અને વેચાણ અંગે યોગ્ય નિર્ણયો લેવામાં મદદ મળી શકે છે.
11. તાલીમ અને વિસ્તરણ સેવાઓ:
આ એપ્લિકેશનના માધ્યમથી શ્રેષ્ઠ ખેતી પદ્ધતિઓ, જંતુ નિયંત્રણ અને પાક વ્યવસ્થાપન પર સંસાધનો અને માહિતી પ્રદાન કરી શકાય છે. દરેક જિલ્લાના કૃષિ વિસ્તરણ અધિકારીઓ તેમજ કૃષિ નિષ્ણાતો સાથે વાતચીતની સુવિધા પણ આપી શકાય.
12. નાણાકીય સમાવેશ
યુનિક ID દ્વારા ખેડૂતોને વિવિધ નાણાકીય સંસ્થાઓ સાથે જોડી, કૃષિ પ્રવૃત્તિઓ માટે ધિરાણ અને નાણાકીય સેવાઓની ઍક્સેસ સરળ બને એ દિશામાં પગલાં લઇ શકાય છે. ભૂતિયા ધિરાણ મેળવનારાઓને પણ આ યુનિક ID થકી અંકુશ કરી શકાય છે.
13. કૃષિધિરાણોની મહેસુલમાં નોંધઃ
બેંકો દ્વારા કૃષિવિષયક ધિરાણ આપટી વખતે ખેડૂતના યુનિક ાંત થી લિંક થવાથી જે-તે ખેડૂતના ખેતર પર આપમેળે બોજો પડી જાય અને લોન ચુકવણી થઇ જતા આપમેળે બોજો હટી જાય તેવી વ્યવસ્થા પણ ગોઠવી શકાય છે.
14. ડિજિટલ રેકોર્ડ્સ:
ખેડૂતો તેમની જમીનના હોલ્ડિંગ, પાકના પરિભ્રમણ અને નાણાકીય વ્યવહારોના ડિજિટલ રેકોર્ડ જાળવી શકે છે. આ રેકોર્ડ-કીપિંગ અને ભવિષ્યના આયોજન માટે ઉપયોગી થઇ શકે છે.
15 પારદર્શિતા અને જવાબદારી:
એપ્લિકેશન ભ્રષ્ટાચાર ધટાડીને અને સરકારી સહાય ઇચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચે તેની ખાતરી કરીને કૃષિ ક્ષેત્રમાં પારદર્શિતા વધારી શકે છે.
16. ડેટા વિશ્લેષણ:
કૃષિમાં વલણો અને પેટર્નને ઓળખવા માટે એકત્રિત ડેટાનું વિશ્લેષણ કરી શકાય છે, જે ટકાઉ કૃષિ વિકાસ માટેની નીતિઓ અને વ્યૂહરચનાઓ ઘડવામાં સરકાર માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે. 17. બજાર જોડાણો:
એપ્લિકેશન ખેડૂતો અને સંભવિત ખરીદદારો વચ્ચે જોડાણને સરળ બનાવી શકે છે, ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વધુ સારા ભાવ મેળવવામાં મદદરૂપ પુરવાર થઇ શકે છે.
18. ટકાઉ ખેતી:
આ એપ્લિકેશન પ્રાકૃતિક ખેતી જેવી પર્યાવરણને અનુકૂળ પ્રથાઓ વિશે માહિતી આપીને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપી શકે છે.
આમ, ટેક્નોલોજીના માધ્યમથી કૃષિ ક્ષેત્રે ગુડ ગવર્નન્સને સાકાર કરવા રાજ્યના ખેડૂતોનો સેન્ટ્રલાઇઝડ ડેટાબેઝ તૈયાર કરી દરેક ખેડૂતને યુનિક id આપવાની વ્યવસ્થા કરવા ગુજરાત ભાજપ કિસાન મોરચા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: પતંગ રસિકો માટે મહત્વની આગાહી, જાણો મકર સંક્રાંતિના દિવસે પવનની  કેવી રહેશે ગતિ
Gujarat Weather Update: પતંગ રસિકો માટે મહત્વની આગાહી, જાણો મકર સંક્રાંતિના દિવસે પવનની કેવી રહેશે ગતિ
SpaDeX:  ઇસરો વધુ એક ઇતિહાસ રચવાની નજીક, બંને ઉપગ્રહ નજીક આવ્યાં, જાણો શું છે પ્લાન
SpaDeX: ઇસરો વધુ એક ઇતિહાસ રચવાની નજીક, બંને ઉપગ્રહ નજીક આવ્યાં, જાણો શું છે પ્લાન
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
70 કે 90... ભારતમાં કેટલા કલાક કામ કરવાનો છે નિયમ,શું કંપનીઓ કર્મચારીઓને 365 દિવસ કરાવી શકે છે કામ; શું કહે કાયદો?
70 કે 90... ભારતમાં કેટલા કલાક કામ કરવાનો છે નિયમ,શું કંપનીઓ કર્મચારીઓને 365 દિવસ કરાવી શકે છે કામ; શું કહે કાયદો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Letter Scam : પાટીદાર દીકરી પાયલ વિવાદમાં હવે પરશોત્તમ રૂપાલાની એન્ટ્રીHarsh Sanghavi : ચાલ જોઇ લઈએ આપણી દીકરીને કોણ હેરાન કરવા આવે છેHusband Wife Audio Clip : તારે લફરું છે.. , મરી જા., પત્નીના ત્રાસથી પતિનો આપઘાતHun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: પતંગ રસિકો માટે મહત્વની આગાહી, જાણો મકર સંક્રાંતિના દિવસે પવનની  કેવી રહેશે ગતિ
Gujarat Weather Update: પતંગ રસિકો માટે મહત્વની આગાહી, જાણો મકર સંક્રાંતિના દિવસે પવનની કેવી રહેશે ગતિ
SpaDeX:  ઇસરો વધુ એક ઇતિહાસ રચવાની નજીક, બંને ઉપગ્રહ નજીક આવ્યાં, જાણો શું છે પ્લાન
SpaDeX: ઇસરો વધુ એક ઇતિહાસ રચવાની નજીક, બંને ઉપગ્રહ નજીક આવ્યાં, જાણો શું છે પ્લાન
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
70 કે 90... ભારતમાં કેટલા કલાક કામ કરવાનો છે નિયમ,શું કંપનીઓ કર્મચારીઓને 365 દિવસ કરાવી શકે છે કામ; શું કહે કાયદો?
70 કે 90... ભારતમાં કેટલા કલાક કામ કરવાનો છે નિયમ,શું કંપનીઓ કર્મચારીઓને 365 દિવસ કરાવી શકે છે કામ; શું કહે કાયદો?
IND vs ENG: ફોન કોલ પર થઈ ગઈ ટીમની પસંદગી!કુલદીપની થઈ શકે છે એન્ટ્રી, ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ અંગે મોટી સમાચાર
IND vs ENG: ફોન કોલ પર થઈ ગઈ ટીમની પસંદગી!કુલદીપની થઈ શકે છે એન્ટ્રી, ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ અંગે મોટી સમાચાર
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Sikandar: સલમાનની ફિલ્મ 'સિકંદર' પર લાગ્યું ગ્રહણ! ફેન્સને લાગ્યો આંચકો....જાણો વિગતે
Sikandar: સલમાનની ફિલ્મ 'સિકંદર' પર લાગ્યું ગ્રહણ! ફેન્સને લાગ્યો આંચકો....જાણો વિગતે
Makar Sankranti 2025: 14 જાન્યુઆરીએ ઉજવાશે મકર સંક્રાંતિનો તહેવાર, જાણો સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત
Makar Sankranti 2025: 14 જાન્યુઆરીએ ઉજવાશે મકર સંક્રાંતિનો તહેવાર, જાણો સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત
Embed widget