શોધખોળ કરો

Kesar Mango: કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલામાં ઉત્પાદન ઘટવાનો અંદાજ, જાણો 10 કિલોનો શું છે ભાવ

Kesar Mango: 15 મેના ભાવની વાત કરીએ તો આ દિવસે 6460 બોક્સ વેંચાણ માટે આવ્યા હતા. 10 કિલોના બોક્સ 1300ના ભાવે વેંચાયુ હતું અને નીચો ભાવ 625 રૂપિયા રહ્યો હતો.

Kesar Mango Price: કેસર કેરીની ગઢ ગણાતા તાલાલા માર્કેટીંગ યાર્ડમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધુ બોક્સની આવક થઈ છે. 26 એપ્રિલથી હરાજીનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે 3740 બોક્સની આવક થઈ હતી. 10 કિલો બોક્સનાં 1450 રૂપિયા ભાવ બોલાયો હતો. અત્યાર સુધીની વાત કરીએ તો આશરે 60 હજારથી વધુ બોક્સની આવક થઈ હતી. જોકે કેટલાક દિવસથી રોજ 500 થી 600 બોક્સની આવક વધી છે.

શું છે 10 કિલોનો ભાવ

15 મેના ભાવની વાત કરીએ તો આ દિવસે 6460 બોક્સ વેંચાણ માટે આવ્યા હતા. 10 કિલોના બોક્સ 1300ના ભાવે વેંચાયુ હતું અને નીચો ભાવ 625 રૂપિયા રહ્યો હતો. જો કે, આ વર્ષે તાલાલાની કેસર કેરી વિદેશમાં એક્સપોર્ટ ન થતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વંથલી- કેશોદની કેરી 10 દિવસ બાદ આવશે -સૌપ્રથમ બજારમાં તાલાલા પંથકમાંથી કેસર કેરીની આવક શરૂ થતી હોય છે. જો કે, કેશોદ અને વંથલી પંથકની વાત કરીએ તો અહીંયા પાક પાછોતરો હોય જેથી ઉતારો પણ મોડો શરૂ થતો હોય છે. ત્યારે જ હાલની સ્થિતીની વાત કરીએ તો જાણકારોના મતે આ પંથકની કેરી હજુ આશરે 10 થી 15 દિવસ બાદ બજારમાં વેંચાણ માટે આવશે. ખેડૂતો પણ સારા ભાવની આશા રાખી રહ્યાં છે.

કેરીના ઉત્પાદનનાં અંદાજો ખોટા ઠર્યા - ગીર વિસ્તારમાં આ વર્ષે કેસર કેરીના પાકની ઉત્પાદનની સ્થિતી અંગે અનુભવી ખેડૂતો સહિત વેપારીઓના અંદાજ પણ પ્રતિકુળ વાતાવરણે ખોટા પાડી દીધા. કે કેસર કેરીનો પાક અંદાજ કરતા પણ ઓછો હોવાનું હાલ કેરીમા થઈ રહેલી આ‌વકમાં જોવા મળી રહ્યું છે.

ગત વર્ષે 142 ટન કેરી વિદેશ મોકલાઈ’તી

ગત વર્ષે તાલાલા પંથકમાંથી અંદાજે 142 ટન કેરી યુએસ, ઓસ્ટ્રેલીયા, શીંગાપુર સહિતના દેશોમાં એકસ્પોર્ટ કરાઈ હતી. જો કે, આ વર્ષે તે થઈ શક્યું નથી. સરેરાશ દર વર્ષે 300 ટન કેરી વિદેશ જતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કારણો શું ? - જાણવા મળતી વિગત મુજબ આ વર્ષે કેરી વિદેશ મોકલવા માટે ફ્લાઈટનો પણ પ્રશ્ન છે. આ ઉપરાંત ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ વાતાવરણના લીધે એકસ્પોર્ટ લાયક કેરી પણ ઓછી મળી રહી છે.

ટોપ સ્ટોરી

Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, માત્ર ₹229 માં મળશે સુરક્ષા
પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, માત્ર ₹229 માં મળશે સુરક્ષા
કિસાન ક્રેડિટ કાર્ડ: ખેતી માટે કેટલી લોન મળી શકે? જાણો તેના નિયમો અને વ્યાજદર
કિસાન ક્રેડિટ કાર્ડ: ખેતી માટે કેટલી લોન મળી શકે? જાણો તેના નિયમો અને વ્યાજદર
PM Kisan: તમારા ખાતમાં PM કિસાન યોજનાનો 24મો હપ્તો આવ્યો કે નહીં, આ રીતે કરો ચેક 
PM Kisan: તમારા ખાતમાં PM કિસાન યોજનાનો 24મો હપ્તો આવ્યો કે નહીં, આ રીતે કરો ચેક 

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
યશસ્વી જાયસ્વાલના બદલે પુરન, રાજસ્થાનના 3 ખેલાડીઓ જશે લખનૌ! ચોંકાવી દેશે આ ટ્રેડ ડીલ
યશસ્વી જાયસ્વાલના બદલે પુરન, રાજસ્થાનના 3 ખેલાડીઓ જશે લખનૌ! ચોંકાવી દેશે આ ટ્રેડ ડીલ
Rajkot: દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ! રાજકોટમાં કાકાની હત્યા, ભત્રીજાની હાલત ગંભીર 
Rajkot: દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ! રાજકોટમાં કાકાની હત્યા, ભત્રીજાની હાલત ગંભીર 
Embed widget