ગાંધીનગર : વીજળી મુદ્દે કિસાન સંઘનો હુંકાર, સરકારને આપ્યું 72 કલાકનું અલ્ટીમેટમ
કિસાન સંઘે કહ્યું કે હવે ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે. શું સરકાર આનાથી પણ વિકરાળ સ્થિતિ નું નિર્માણ કરવા માંગે છે ?
ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અપૂરતી વીજળી (power issue)ને લઈને ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી છે. આ મામલે હવે ભારતીય કિસાન સંઘ (Bharatiy Kisan Sangh) પણ મેદાને આવ્યું છે. ભારતીય કિસાન સંઘે આ મુદ્દે હુંકાર કર્યો છે. ભારતીય કિસાન સંઘે આ મુદ્દે રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈને પાત્ર લખ્યો છે અને સરકાર (Gujarat government) ને 72 કલાકનું અલ્ટીમેટમ (ultimatum) આપ્યું છે. કિસાન સંઘે કહ્યું કે જો 72 કલાકમાં વીજળી નહીં સુધરે તો કિસાન સંઘને રાજ્યવ્યાપી કાર્યક્રમો કરવાની ફરજ પડશે. કિસાન સંઘે કહ્યું કે હવે ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે. શું સરકાર આનાથી પણ વિકરાળ સ્થિતિ નું નિર્માણ કરવા માંગે છે ?
કિસાન સંઘે લખેલા પત્રમાં કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતીમાં ખેડૂતો વિજળીથી ત્રાહિમામ પોકારી ગયા છે.ભૂતકાળની પરિસ્થિતી પૂનઃનિર્માણ થઈ રહી છે.ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે ઉભા પાકો બળી રહયા છે.શુ હજુ પણ આપણી સરકાર આનાથી પણ વિકરાળ પરિસ્થિતીનું નિમાર્ણ કરવા માગે છે કે કેમ ? તાલુકા અને જીલ્લા સ્તરના કાર્યકર્તાઓ સ્થિતીને અનુરૂપ કાર્યક્રમો કરી રહયા છે.આ ગંભીર સ્થિતીને હવે લાંબો સમય ચલાવી શકાય તેમ નથી.
આગામી 72 કલાકમાં સ્થિતીમાં સુધારો નહીં આવે તો ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ઘ્વારા નાછૂટકે સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો કરવાની ફરજ પડશે અને તે વખતે જે તે સ્થિતીનું નિમાર્ણ થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે અત્યારે હાલ પણ ગુજરાતમાં ખેડૂતો કિસાન સંઘના નેજા હેઠળ સતત વિજળી લેવા માટે સબસ્ટેશનો આગળ પોતાનો પાક ઘાસચારો બચાવવા ઘરણાંમાં બેઠા છે.એમના ઉપર જો કોઈ પોલીસ દમન કરવામાં આવશે તે સાંખી લેવામાં આવશે નહીં.વર્તમાન સરકાર અને જે તે વખતની તત્કાલીન સરકાર કિસાન સંઘના કાર્યક્રમોથી વાકેફ જ છે.તો તુરંત જ સહકારથી સરકાર આગળ વધે .