Ministry of Agriculture Recruitment 2022: કૃષિ અને ખેડૂત મંત્રાલયમાં નીકળી ભરતી, મહત્તમ વયમર્યાદા છે 56
મંત્રાલય દ્વારા ડેપ્યુટિ એગ્રીકલ્ચર માર્કેટિંગ એડવાઇઝરના બે પદ માટે નોટિફિકેશન જાહેર કર્યુ છે. આ પદ માટે અરજી કરવાની મહત્તમ વય મર્યાદા 56 વર્ષ છે.
Ministry of Agriculture Recruitment 2022: ભારતમાં ખેતી-ખેડૂતો સાથે જોડાયેલી નીતિ બનાવવાનું કામ કૃષિ તથા કિસાન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. ખેડૂતોની આવક વધારવાથી લઈને ખેડૂતો નવી ટેક્નોલોજીનો પ્રયોગ કરીને ઉત્પાદન લે તેની જવાબદારી આ કામ કરતાં અધિકારીઓ પર હોય છે. મંત્રાલય દ્વારા ડેપ્યુટિ એગ્રીકલ્ચર માર્કેટિંગ એડવાઇઝરના બે પદ માટે નોટિફિકેશન જાહેર કર્યુ છે. આ પદ માટે અરજી કરવાની મહત્તમ વય મર્યાદા 56 વર્ષ છે.
જે લોકો કેન્દ્ર, રાજ્ય સરકાર, યુનિવર્સિટી, માન્ય પ્રાપ્ત રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, જાહેર એકમો, રાજ્ય કૃષિ વિજ્ઞાન બોર્ડ દ્વારા સહાયતા પ્રાપ્ત સહકારી સમિતિ અંતર્ગત આવતા હોય તેવા જ પાત્ર છે. જૈવિક સામગ્રીના વિશ્લેષણાત્મક કાર્યોમાં 10 વર્ષનો અનુભવ જરૂરી છે. દૂધ અને તેની સાથે જોડાયેલી વસ્તુઓ તથા ઉત્પાદન અને ઓઈલ માર્કેટિંગમાં 10 વર્ષનો અનુભવ જરૂરી છે. માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી રસાયણ વિજ્ઞાન, કૃષિ રસાયણ વિજ્ઞાન, ડેરી રસાયણ વિજ્ઞાન, ડેરી, જીવ રસાયણમાં માસ્ટર ડિગ્રી કે કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી સ્નાતક, ફૂડ ટેક્નોલોજી, ડેરી ઉદ્યોગમાં બેચલરની ડિગ્રી હોવી જરૂરી છે.
વય મર્યાદાઃ આ પદ માટે અરજી કરવાની મહત્તમ વય મર્યાદા 56 વર્ષ છે.
પગારઃ સાતમા પગાર પંચના પે મેટ્રિક્સ લેવલ 12 અનુસાર પગાર મળશે.
આ સરનામે મોકલો અરજીઃ ઉમેદવારો તેમનો બાયોડેટા શ્રી મોહન લાલ મીણા, કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ, કેબિન નં 6, બીજો માળ, એફ વિંગ, હોલ નંબર 208, શાસ્ત્રી ભવન, નવી દિલ્હી 110001 પર મોકલો.
આ પણ વાંચોઃ
Vastu Tips: નાની-નાની ભૂલો બને છે વાસ્તુ દોષનું કારણ, લોકો પોતું કરતી વખતે કરે છે આ ભૂલો
Education Loan Information:
Calculate Education Loan EMI