શોધખોળ કરો

MOU: લદ્દાખ મિલ્ક ફેડરેશનના સંચાલન માટે એનડીડીબીએ લદ્દાખના વહીવટીતંત્ર અને એલએએચડીસી સાથે એમઓયુ કર્યું

એનડીડીબીની કુશળતા લદ્દાખમાં મિલ્ક પ્રોક્યોરમેન્ટ અને પ્રોસેસિંગ સિસ્ટમ સ્થાપવામાં મદદરૂપ થશે. પશુઓના સંવર્ધન, પોષણ અને આરોગ્ય પર ધ્યાન આપવાની સાથે ઉત્પાદકતા વધારવાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં મદદરૂપ થશે

અમદાવાદ: નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી)એ લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્ર તથા લદ્દાખ ઑટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એલએએચડીસી) સાથે એક ત્રિપક્ષીય એમઓયુ કર્યું છે, જેના થકી તે આગામી પાંચ વર્ષના સમયગાળા માટે લદ્દાખ મિલ્ક ફેડરેશનની તમામ કામગીરીઓનું સંચાલન કરશે તથા આ પ્રદેશમાં એક સંરચિત ડેરી વિકાસ કાર્યક્રમનું અમલીકરણ કરશે.

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના માનનીય લેફ્ટ. ગવર્નર રાધાકૃષ્ણ માથુર, લદ્દાખના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલ, એનડીડીબીના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મીનેશ શાહ, લેહ સ્થિત એલએએચડીસીના માનનીય ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર તાશી ગ્યાલસન અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના પશુપાલન અને સહકારિતા વિભાગના સચિવ રવિન્દરકુમારની હાજરીમાં આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા.

આ પ્રસંગે એનડીડીબીના ચેરમેને એ વાતનું પુનરુચ્ચારણ કર્યું હતું કે, એનડીડીબી ગ્રામ્ય વિસ્તારમાં વસતાં પરિવારોની આજીવિકામાં નોંધપાત્ર યોગદાન આપી શકાય તે માટે જે પ્રદેશોમાં ડેરી સેક્ટરનો હજુ સુધી ખાસ વિકાસ થયો નથી, તેની પર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, પશુપાલકોની સાથે નિષ્પક્ષ અને પારદર્શક રીતે કામ કરવા પર ભાર મૂકવાની સાથે આ ફેડરેશન અને તેના ઘટક એકમોની કામગીરીનું વ્યાવસાયિક રીતે વ્યવસ્થાપન કરવામાં આવે તેની એનડીડીબી ખાતરી કરશે.

મીનેશ શાહે એવી પણ ખાતરી આપી હતી કે, એનડીડીબી તેની સહયોગી કંપની/ઓ સાથે ભેગા મળીને ડેરીઉદ્યોગ મારફતે સમૃદ્ધિ લાવવાના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના પ્રયત્નોને સમર્થન પૂરું પાડવાનું ચાલું રાખશે. એનડીડીબીની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની આઇડીએમસીએ લેહ સ્થિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના નવીનીકરણ અને અપગ્રેડેશનની કામગીરી પહેલેથી જ પૂરી કરી લીધી છે, જેનું સંચાલન ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે.

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના માનનીય લેફ્ટ. ગવર્નરે જણાવ્યું હતું કે, એનડીડીબીની કુશળતા લદ્દાખમાં એક સક્ષમ મિલ્ક પ્રોક્યોરમેન્ટ અને પ્રોસેસિંગ સિસ્ટમ સ્થાપવામાં મદદરૂપ થશે તથા તે પશુઓના સંવર્ધન, પોષણ અને આરોગ્ય પર ધ્યાન આપવાની સાથે વૈજ્ઞાનિક રીતે ઉત્પાદકતા વધારવાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં પણ મદદરૂપ થશે. આ એમઓયુને પગલે ઉદ્યોગસાહસિકોને ડેરી ફાર્મ સ્થાપવાનું પ્રોત્સાહન પ્રાપ્ત થશે, જેના પગલે આ પ્રદેશમાં ડેરી સેક્ટરનો વિકાસ થઈ શકશે, જેના દ્વારા ગ્રામ્ય વિસ્તારના યુવાનોને રોજગારીની તકો પ્રાપ્ત થશે અને આ કેન્દ્રશાસિત પ્રદેશમાં દૂધના ઉત્પાદનમાં વધારો થશે.

લેહ સ્થિત એલએએચડીસીના માનનીય ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર ગ્યાલસને જણાવ્યું હતું કે, લદ્દાખ દૂધના ઉત્પાદનની અસીમ સંભાવના ધરાવે છે તથા એનડીડીબી અને લદ્દાખના વહીવટીતંત્રના આ સંયુક્ત પ્રયત્નોને કારણે પશુપાલકોને તેમના દૂધનું વધુ સારું વળતર પ્રાપ્ત થાય તેની ખાતરી કરવામાં ચોક્કસપણે મદદરૂપ થઈ શકાશે.

સમારંભને સંબોધતા માનનીય સાંસદ નામગ્યાલે જણાવ્યું હતું કે, આ પ્રદેશમાં ડેરીઉદ્યોગ પર કેન્દ્રીત હસ્તક્ષેપો કરવામાં આવે તેની ઘણાં લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી અને આ એમઓયુ પર હસ્તાક્ષર થવાથી લદ્દાખનો સામાજિક-આર્થિક વિકાસ કરવામાં ચોક્કસપણે મદદ મળી રહેશે.

આ એમઓયુના સમયગાળા દરમિયાન એનડીડીબી સંચાલનની કોઇપણ ફી વસૂલ્યાં વગર તેની સેવાઓ પૂરી પાડશે તથા આ ફેડરેશન અને તેના ઘટક એકમોની કામગીરીનું સંચાલન કરવા માટે મહત્ત્વના સંચાલકીય પદો પર તેમના વ્યાવસાયિક માનવશ્રમની નિમણૂક કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Gandhinagar: ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Embed widget