Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat Fire: તાજા અપડેટ પ્રમાણે, સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં હજુ પણ આગ બેકાબૂ છે, રાજ ટેક્સટાઈલ માર્કેટમાં સવારે સાતમા માળે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે

Surat Fire: સુરતમાં આજે સવારે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગા લાગી હતી, સવારથી જ લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ફાઇટર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો, છતાં હજુ પણ આગ હોલવી શકાય નથી. તાજા અપડેટ પ્રમાણે, પહેલા અને સાતમા માળ પર લાગેલી આગને બપોરે પાણીનો મારો ચલાવીને હોલવી દેવામાં આવી હતી, જોકે, અચાનક ફરીથી સાતમા માળે આગ ફરીથી લાગી છે. છેલ્લા 9 કલાકથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
#WATCH | Surat, Gujarat: Fire breaks out at Raj Textile Market. Fire tenders on the spot pic.twitter.com/IYmBWc5Smh
— ANI (@ANI) December 10, 2025
તાજા અપડેટ પ્રમાણે, સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં હજુ પણ આગ બેકાબૂ છે, રાજ ટેક્સટાઈલ માર્કેટમાં સવારે સાતમા માળે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે, ફાઇટર ફાઇટર દ્વારા છેલ્લા 9 કલાકથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઇ રહ્યાં છે. છતાં આગ હોલવાઇ રહી નથી. મહત્વનું છે કે, આ માર્કેટમાં 10 થી 12 કરોડનો કાપડનો જથ્થો હોવાનું અનુમાન છે. મનાઇ રહ્યું છે કે, માર્કેટમાં લિફ્ટમાં આગ લાગ્યા બાદ સાતમાં માળ સુધી આ આગ ફેલાઇ ગઇ અને હવે તેના પર કાબુ મેળવવા માટે 15 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. રાજ ટેક્સટાઇલ માર્કેટ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલું છે, અહીં આજે સવારે પહેલા અને સાતમા માળે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી, અહીં ચન્દ્રા ફેશન અને ઓનલાઈન નાઈટિંગ ક્લોથની દુકાનોમાં આગ લાગી અને સમગ્ર વિસ્તારમાં આગ અને ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. રાજ ટેક્સટાઇલ માર્કેટમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે, જોકે, કોઇ જાન કે માલ હાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ લાગ્યાના કોલ મળતાની સાથે જ યુદ્ધના ધોરણે ફાયરની ટીમ આવી ગઈ હતી અને આગને બુઝાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં 15થી વધુ ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી છે.





















