શોધખોળ કરો

Rice : આ રંગના ચોખા ખેડૂતોને બનાવી દેશે માલામાલ, પોષકતત્વોથી પણ છે ભરપુર

ઔષધીય ગુણોથી ભરપૂર આ ચોખામાં આવા ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે અન્ય કોઈ ચોખામાં જોવા મળતા નથી.

Bumper Earning From Rice : ભારતીય ખેડુતો હવે એ વાત સારી રીતે જાણી ગયા છે કે જો ખેતીમાંથી નફો મેળવવો હશે તો તેમણે એવો પાક તરફ વળવું પડશે કે જેની બજારમાં ભારે માંગ પણ હોય અને તેને વેચવાથી સારો ભાવ પણ મળે. આવો જ એક પાક કાળા ચોખા છે. તેને કૃષિ ક્ષેત્રે ઘણા લોકો કાળું સોનું પણ કહે છે. ઔષધીય ગુણોથી ભરપૂર આ ચોખામાં આવા ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે અન્ય કોઈ ચોખામાં જોવા મળતા નથી. આજે આ લેખમાં અમે તમને આ ચોખાની ખેતી અને તેના નફા વિશે જણાવીશું.

કાળા ચોખાની ખેતી કેવી રીતે થાય છે?

કાળા ચોખાની ખેતી સામાન્ય ડાંગર જેવી જ છે. તેની નર્સરી મે મહિનામાં રોપવામાં આવે છે અને તેનું ટ્રાન્સપ્લાન્ટિંગ જૂનમાં શરૂ થાય છે. જ્યારે તેનો પાક લગભગ 5 થી 6 મહિનામાં તૈયાર થઈ જાય છે. હાલમાં ભારતમાં તેની મણિપુર, આસામ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને અન્ય ઘણા રાજ્યોમાં ખેતી કરવામાં આવે છે. જો કે, તેની ખેતી મુખ્યત્વે મણિપુર અને આસામમાં જ થાય છે. કાળા ડાંગરમાંથી ઉત્પાદિત કાળા ચોખાની બજારમાં ખૂબ માંગ છે કારણ કે તેમાં વિટામિન બી, વિટામિન ઇ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક અને અન્ય ઘણા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

બજારમાં કેટલી છે તેની કિંમત ?

જો આપણે બજારમાં કાળા ડાંગરમાંથી ઉત્પાદિત કાળા ચોખાના ભાવની વાત કરીએ તો તે સરળતાથી 400 થી 500 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. બીજી તરફ જો તમે બજારમાં સામાન્ય ચોખા વેચવા જશો તો તમને ભાગ્યે જ રૂ.30 થી 40 પ્રતિ કિલોનો ભાવ મળશે. આ ચોખાની માંગ ખાસ કરીને ઈન્ડોનેશિયા અને અન્ય એશિયન દેશોમાં છે. જો કે ભારતમાં પણ ધીમે ધીમે લોકો તેના તરફ આકર્ષાઈ રહ્યા છે. તેથી જ હવે અન્ય રાજ્યોના ખેડૂતો પણ આ ડાંગરની ખેતી કરી રહ્યા છે. છત્તીસગઢમાં ખેડૂતો આ માટે તાલીમ લઈ રહ્યા છે અને બજારની માંગ પ્રમાણે ખેતી કરી રહ્યા છે. આ ખેડૂતોને સરકાર તરફથી શક્ય તેટલી મદદ કરવામાં આવી રહી છે.

Rice Price : આ છે દુનિયાના સૌથી મોંઘા ચોખા, એક કિલોમાં ખરીદી શકાય સોનું

ભારતમાં ભાત ખાનારા લોકોની સંખ્યા રોટલી ખાનારા કરતાં વધુ છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી તમને દરેક ઘરમાં ભાત ખાતા લોકો જોવા મળશે. દેશમાં ચોખાની ઘણી જાતો છે. ખેડૂતો આબોહવા અને પ્રદેશ પ્રમાણે અલગ-અલગ ડાંગરની ખેતી કરે છે. પરંતુ આજે અમે તમને જે ચોખા વિશે જણાવીશું તેને દુનિયાના સૌથી મોંઘા ચોખા કહેવામાં આવે છે. તેઓ એટલા મોંઘા છે કે તેના કિલોના ભાવમાં તમે સોનું પણ ખરીદી શકો છો. તો ચાલો તમને દુનિયાના સૌથી મોંઘા ચોખા વિશે જણાવીએ.

વિશ્વના સૌથી મોંઘા ચોખા

વિશ્વના સૌથી મોંઘા ચોખાનું નામ કિન્મેમાઈ પ્રીમિયમ છે. તેના એક કિલોની કિંમત 12 હજારથી 15 હજાર રૂપિયા છે. આ ચોખા મુખ્યત્વે જાપાનમાં ઉગાડવામાં આવે છે. આ ચોખાને જે ખાસ બનાવે છે તે તેમાં જોવા મળતા પોષક તત્વો છે જે અન્ય કોઈ ચોખામાં નથી મળતા. ભારતની જેમ જાપાનમાં પણ લોકો ચોખા ખાવાનું પસંદ કરે છે, ત્યાં પણ ચોખાની ઘણી જાતો ઉગાડવામાં આવે છે. પરંતુ આમાં સૌથી ઉપર કિનેમાઈ પ્રીમિયમ રાઇસ છે. ત્યાંના લોકો આ ચોખા ખાસ પ્રસંગોએ જ રાંધે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget