કલોલ તાલુકાના રકનપુરના રહેવાસી અને ટ્રાન્સપોર્ટ કંપની ચલાવતાં મનિષભાઈ સોમાભાઈ પટેલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં બાપુનગરની મહિલા કોન્સ્ટેબલ, તેના પતિ, ભાઇ અને બે પૂજારી સહિત છ વ્યક્તિ સામે રૂ. 36 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે દોઢ વર્ષ પહેલાં મહિલા કોન્સ્ટેબલ માયાબહેન સુરેશભાઇ પટેલનું બાઇક વાપીથી અમદાવાદ મનીષભાઇની ટ્રાન્સપોર્ટ કંપનીમાં આવ્યું હતું તે દિવસથી બન્ને એકબીજાના પરિચયમાં આવ્યા હતા.
2/4
આ રૂ. ૩૬ લાખ પરત નહીં આપતાં મનીષભાઇએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ૬ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી હતી. કોન્સ્ટેબલ માયાબહેને ફરિયાદ દાખલ નહીં કરવા વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસ કોન્સટેબલ માયાબેને રૂ.ર૬ લાખ બદલી આપીને મનીષભાઇનો વિશ્વાસ કેળવ્યો હતો. આ પછી છેતરપિંડી કરી હતી. આ કામમાં તેમના પતિ અને ભાઇ ચન્દ્રકાન્ત પટેલનો હાથ હતો. ચન્દ્રકાન્ત પટેલ આઇડીબીઆઇ બેંકમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે. આ બન્ને આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
3/4
અમદાવાદઃ ભારત સરકારે જૂની 500 અને 1000ના દરની નોટો બંધ કરી દીધા પછી નોટો બદલી આપનાર દલાલોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે કલોલના એક ટ્રાન્સપોર્ટના વેપારીને એક મહિલા કોન્સ્ટેબલે જૂની નોટો બદલી આપવાનું કહીને 36 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકે પૂજારી અને કોન્સેટબલ સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવાતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. એવું પણ જાણવા મળ્યું છે કે, કોન્સ્ટેબલે આ પહેલા કમિશન લઈને 26 લાખ રૂપિયા વાઇટ કરી આપ્યા હતા.
4/4
રૂ.પ૦૦ અને ૧,૦૦૦ દરની ચલણી નોટો રદ થયાના બીજા દિવસે માયાબહેને મનિષભાઇને રૂ.પ૦૦ અને ૧,૦૦૦ના દરની નોટોની સામે રૂ.૧૦૦ની નોટ બદલી આપવા માટેની ફોન પર વાતચીત કરી હતી. જેના આધારે તેમણે માયાબેનને રૂ.ર૬ લાખ આપ્યાં હતા. જેના બદલામાં માયાબેન છ લાખ રૂપિયા કમિશન લઈને રૂ.ર૦ લાખની રૂ.૧૦૦ના દરની ચલણી નોટો આપી હતી. બીજા દિવસે માયાબહેને વધુ રૂપિયા બદલી આપવાનું કહેતા મનીષભાઇએ તેમના મિત્ર દીપક પટેલના રૂ.૧૦ લાખ, ઓઢવના ઘનશ્યામ ઠાકોરના રૂ.૧૦ લાખ અને પોતાના રૂ.૧૬ લાખ થઇને કુલ રૂ.૩૬ લાખ બદલી આપવાની જાણ કરી હતી. જેનું કમિશન 28 ટકા નક્કી થયું હતું.