શોધખોળ કરો
અમદાવાદઃ યુવક-યુવતીએ ભાગીને કરી લીધા લગ્ન, યુવતીના ભાઈને ખબર પડતાં શું આવ્યો અંજામ?
1/3

21 વર્ષીય યુવતી તરુણા પરમાર દેત્રોજના કોઇત્યા ગામની રહેવાસી છે, જ્યારે 22 વર્ષીય વિશાલ પરમાર સાણંદ છારોળી ગામનો રહેવાસી છે. ત્રણ દિવસ પહેલાં સાણંદમાં ભાડાનાં મકાનમા આ બંને યુગલો રહેવા માટે આવ્યાં હતાં. તરુણાએ ભાગીને લગ્ન કરી લેતા સમાજમાં બદનામી થતા પરિવારે ઘર છોડી વિરમગામ જવા રહેવા જવું પડ્યું હતું.
2/3

સાણંદ બસ સ્ટેન્ડ નજીક આવેલા દલિતવાસમાં ભાઈ હાર્દિક ચાવડાએ પોતાની સગી બહેન તરુણા અને બનેવી વિશાલની હત્યા કરી નાંખી હતી. ભાડાના મકાનમા માત્ર 3 દિવસ પહેલા આ દંપતી રહેવા આવ્યું હતું. આ અંગેની જાણ તેના ભાઈને થતાં ત્યાં જઈને બંની હત્યા કરી નાંખી હતી.
Published at : 27 Sep 2018 12:10 PM (IST)
View More





















