શોધખોળ કરો
અમદાવાદઃ ભાભી સેક્સ માણવા દબાણ કરતી હતી, રક્ષાબંધનની રાત્રે ભાભી તેની પાસે આવી અને ...........

1/8

અમદાવાદ: હજુ સાત મહિના પહેલાં જ લગ્ન કરનારા યુવકને તેની ભાભી પોતાની સાથે સેક્સ સંબંધ બાંધવા માટે દબાણ કરતી હોવાથી કંટાળેલા યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આ યુવાનની પત્નીએ જેઠાણી અને પડોશી યુવાન વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
2/8

આ યુવક રક્ષાબંધનના દિવસે ભાઈને મળવા ગયો હતો. ભાઈ-ભાભી વચ્ચે ઝગડો થતાં રાત્રે ત્યાં જ રોકાઈ ગયો હતો. રાત્રે ભાભીએ તેની સાથે સેક્સ માણવા દબાણ કર્યું હતું. આ બધાથી કંટાળીને યુવકે બીજા દિવસે પોતાના ઘરે આવીને આપઘાત કરી લીધો હોવાનો દાવો યુવકની પત્નીએ કર્યો છે.
3/8

જો કે યુવકની પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સંતોષે સુસાઈડ નોંટમાં લખ્યું હતું કે ‘મેં આ પગલુ મારી ભાભી દીપિકા તથા અભીનવ પાંડેના કારણે ભર્યું છે. તેઓ મને ખૂબ હેરાન કરતા હતા. દીપિકા બિલકુલ સારી વ્યક્તિ નથી.’
4/8

ઘટનાની જાણ થતાં સાબરમતી પીઆઈ ડીવી રાણા પહોંચ્યા હતા. તેમણે તપાસ કરતાં યુવકે આત્મહત્યા કરતાં પહેલાં અંગ્રેજીમાં લખેલી ચીઠ્ઠી મળી હતી. તે ભાભી અને પડોશી અભિનવ પાંડેના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું લખ્યું હતું. પોલીસે આત્મહત્યા અંગે ગુનો નોંધી સંતોષનો મૃતદેહ પોર્સ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
5/8

બીજે દિવસે સવારે નોકરી જવાનું કહીને યુવક ત્યાંથી નિકળ્યો હતો પરંતુ તે નોકરી ગયો ન હતો. તે પત્નીનો ફોન પણ ઉપાડતો ન હતો. તેથી કોઈ અઘટિત ઘટના બની હોવાની શંકા જતાં યુવતી જેઠને લઈને ત્રાગડ ખાતેના તેના ઘરે પહોંચી હતી. જ્યાં બેડરુમમાં યુવકે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
6/8

યુવકે કહેલું કે, ભાભી ધમકી આપે છે કે, હું તેમની સાથે સંબંધ નહીં રાખું તો તે આખા પરિવાર પર ખોટો કેસ કરી જેલમાં પૂરાવી દેશે. ભાભીથી પીછો છોડાવવા યુવક ત્રાગડ ભાડે રહેવા જતો રહ્યો હતો. દરમિયાનમાં રક્ષાબંધનના દિવસે ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડો થતાં યુવક તેમના ઘરે આવેલો અને તે રાત્રે ત્યાં જ રોકાઈ ગયો હતો.
7/8

આ ઘટનાની વિગત એવી છે કે, 26 વર્ષીય યુવતીનાં લગ્ન ગોમતીપુરમાં રહેતા અને સેલ્સ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા યુવક સાથે ફેબ્રુઆરી 2018માં થયાં હતાં. લગ્ન બાદ તે પતિ, સાસુ- સસરા, જેઠ અને જેઠાણી દીપિકા સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. જોકે યુવકની ભાભી બંનેને સાથે રહેવા નહોતી દેતી.
8/8

ભાભી તેના બન્ને બાળકોને કાકા-કાકી સાથે રૂમમાં સૂવા મોકલતી હતી. રાત્રે અવારનવાર બાળકો વિશે પૂછવાના બહાને ફોન કરીને હેરાન કરતી હતી. ભાભીના વર્તનથી યુવક ત્રાસી ગયો હતો. તેણે પત્નીને કહ્યું હતું કે, હું ભાભીથી કંટાળી ગયો છું. તે મને તેમની સાથે સેક્સ સંબંધ બાંધવા દબાણ કરે છે.
Published at : 10 Sep 2018 10:21 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement