શૈલેષ પટેલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સંજનાએ વસ્ત્રાલમાં રહેતા શૈલેષભાઈ પટેલને ફોન કરીને પોતે એક્ટ્રેસ છે અને સોંગ બનાવવાનું કામ કરું છું એમ કહ્યું હતું. એ પછી તેણે શૈલેષ પટેલને પોતાનાં ગીતા સોંગ જોવા માટે 23 નવેમ્બરના રોજ વસ્ત્રાલ ચોકડી પાસે બોલાવ્યા હતા.
2/4
ત્રણેય જણે ભેગા મળીને શૈલેષભાઈને મારઝૂડડ કરીને રૂપિયા 50,000 લૂંટી લીધા હતા. તેમણે શૈલેષભાઈનાં કપડા કાઢીને નગ્ન કરીને વિડીયો ઉતારી લીધો હતો અને ફરિયાદ કરશે તો વીડિયો વાયરલ કરી દેશે એવી ધમકી આપીને નાસી ગયા હતા. આ અંગે શૈલેષભાઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
3/4
શૈલેષભાઈ એક્ટિવા લઈને મળવા ગયા ગતા. શૈલેષભાઈના એક્ટીવા પર બેસીને સંજના સોંગ જોવા લઈ જવાનું કહીને ગત્રાડ રોડ પર લઈ ગઈ હતી. અચાનક વચ્ચે એક્ટિવ ઉભું રખાવીને સંજના શેલષભાઈને નજીકના ખેતરમાં લઈ ગઈ હતી. અચાનક રિક્ષામાં બે શખ્સો ત્યાં આવ્યા હતા.
4/4
અમદાવાદઃ યુવકોને ડાન્સ જોવા બોલાવીને તેમને નગ્ન કરીને વીડિયો ઉતારીને લૂંટી લેતી ડાન્સર યુવતી સંજના પરમાર તથા તેના સાથીદારોનાં વધુ કરતૂતો બહાર આવી રહ્યાં છે. રામોલ પોલીસે બંનેની ધરપકડ કરી છે. આ લોકો સામે વસ્ત્રાલના શૈલેષભાઈ પટેલે પણ ફરિયાદ નોંધાવી છે.