શોધખોળ કરો
અમદાવાદઃ ટ્રાફિક પોલીસનું નવું કેમ્પેઈન, ગ્રીન લાઇન ક્રોસ કરનારા વાહનચાલકોને થશે દંડ, જાણો વિગતે
1/3

પોલીસ દ્વારા રોડની ડાબી બાજુએ વળતા લોકોને પડી રહેલી મુશ્કેલીઓને રોકવા માટે આ નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેનાથી વાહન ચાલકોને ફાયદો પણ થશે અને સમય પણ બચશે. પોલીસ દ્વારા રોડ પર ગ્રીન લાઇન દોરવામાં આવી છે. આ ગ્રીન લાઇન ડાબી બાજુએ જનારા વાહન ચાલકો માટે બનાવામાં આવી છે. આ લાઇન ક્રોસ કરનારા વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
2/3

અમદાવાદઃ શહેરમાં છેલ્લા થોડા સમયથી ટ્રાફિકને લઈ ટ્રાફિક પોલીસ વધારે સક્રિય થઈ છે. જેની અસર પણ શહેરમાં જોવા મળી રહી છે. જોકે હવે ટ્રાફિક પોલીસ દ્વાર નવતર પહેલ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ‘ફ્રી લેફ્ટ’કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે.
Published at : 15 Sep 2018 07:56 PM (IST)
View More





















