સાથે કામ કરતી વખતે બંને એકબીજાના પ્રેમમાં પડી હતી. જોકે, બંને પરણીત હોવાથી અને સજાતીય સંબંધને સમાજ સ્વીકારશે નહીં તેની તેમને ખબર હતી.બન્ને એકબીજાની સાથે રહેવા માંગતા હોઇ ગત 8 જૂને આશા પોતાની ત્રણ વર્ષની દીકરી આશાને લઈ મમ્મીના ઘરે જવાનું કહીને ભાવના સાથે ભાગી નીકળી હતી.
2/7
3/7
બીજી તરફ આ જ દિવસે ભાવનાના પતિએ આત્મહત્યા કરી હતી. જોકે પરિવાર કંઈ બોલવા તૈયાર નથી. જ્યારે ઘરેથી ભાગી ગયાના ત્રણ દિવસ પછી આશાએ દીકરી અને પ્રેમિકા ભાવના સાથે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પહેલા ત્રણેયે નાસ્તો કર્યો હતો. એક કોથળીમાંથી ભાવનાનું આધાર કાર્ડ મળ્યું હતું. જેના આધારે ઓળખ થઇ હતી.
4/7
ઘરેથી ભાગી ગયા પછી સાંજ સુધી બંન્ને પોત પોતાના ઘરે નહીં પહોંચતા તેમના પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તેઓ ઘરેથી ભાગ્યા પછી ત્રણ દિવસ અલગ અલગ જગ્યાએ રહ્યા હતા. તેમજ રવિવારે તેઓ રિવરફ્રન્ટ પર આવ્યા હતા. અહીં રવિવારે રાતે એલિસબ્રિજ ગુજરી બજાર વોક વે પહેલા દીકરી મેઘાને ફેંકી દીધા પછી બન્નેએ એકબીજાને દુપટ્ટો બાંધી નદીમાં ઝંપલાવ્યું હતું.
5/7
આત્મહત્યા કરતા પહેલા એલિસબ્રિજ ગુજરી બજાર વોક વેની પાળી પર લીપસ્ટીકથી લખ્યું હતું કે, અમે બન્ને એક થવા માટે દુનિયાથી જ દૂર થઇ ગયા હતા. દુનિયાએ તોય જીવવા ન દીધા, અમારી સાથે કોઇ પુરુષ નોતા તથા ડિસ્પોઝેબલ ડિશને ઉંધી કરીને લખ્યું હતું કે, ક્યારે મળીશુ હવે ક્યારે મળીશું આવતા જન્મે હવે પાછા મળીશું. દુનિયાએ અમને એક થવા ન દીધા એવું લખી, બન્નેના નામ લખ્યા હતા.
6/7
આ અંગેની વિગતો એવી છે કે, બાવળાના ઘનશ્યામ રેસીડન્સીની 30 વર્ષીય આશા ઠાકોરના લગ્ન સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હિંમતજી ઠાકોર સાથે થયા હતા. તેમને સંતાનમાં બે દીકરી છે. આશા 8 મહિના પહેલાં બાવળાના રાજોડા ગામમાં નોકરી દરમિયાન ભાવના ઠાકોરના સંપર્કમાં આવી હતી. ભાવનાને પણ બે સંતાનો છે.
7/7
અમદાવાદઃ રવિવારે રાતે બે યુવતીઓએ ત્રણ વર્ષની બાળકી સાથે સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ બંને યુવતીઓ સાથે કામ કરતી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા ત્રણ દિવસ પહેલા ઘરેથી ભાગી ગઈ હતી. બંને યુવતીઓ પરણીત હોવાનું પણ જાણવા મળ્યું છે. જેમાંથી એક પરણીતાના પતિએ બંને ભાગી ગયા એ જ રાતે આપઘાત કરી લીધો હતો.