જોકે પોલીસ પહોંચતાં જ મોટાભાગના રબારી શખ્સો ભાગી ગયા હતા જ્યારે બે શખ્સો પ્રવિણ રબારી અને રાજેન્દ્ર ઠાકોરને પોલીસે ઝડપી પાડ્યા હતાં. આ સાથે પટેલ યુવકને અપહરણકારીઓના સકંજામાંથી છોડાવી પટેલ પરિવારને સોંપ્યો હતો. નિકોલ પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
2/4
પટેલ પરિવારે સમાજના અન્ય મોભીઓ સાથે રહી રબારી શખ્સોના કહેવા મુજબ તેમને લેવા ગયા પણ અલગ-અલગ જગ્યાએ ફેરવ્યા હતા. અંતે પટેલ પરિવાર કંટાળી નિકોલ પોલીસની મદદ લીધી હતી. નિકોલ પોલીસે પટેલ પરિવારને આવેલા ધમકી ભર્યા ફોનનું લોકેશન ટ્રેક કરી અડાલજના દ્વારકેશ પાર્ટી પ્લોટમાંથી અપહરણ કરનાર રબારી શખ્સોને ઝડપી પાડ્યા હતાં.
3/4
પટેલ યુવક કઠવાળા પોતાના ગેરેજમાં કામ કરતો હતો ત્યારે 3 કારમાં આવેલા કેટલાક રબારી શખ્સોએ તેનું અપહરણ કરી અડાલજના દ્વારકેશ પાર્ટી પ્લોટમાં લઈ ગયા હતા. ત્યારબાદ રબારી શખ્સોએ પટેલ પરિવારને ફોન કરી તેમના પિતાને ધમકી આપી હતી કે જો પુત્રને જીવતો જોઈતો હોય તો રબારી સમાજના પંચે નક્કી કરેલા 10 લાખ રૂપિયાની આપી જાવ.
4/4
અમદાવાદ: અમદાવાદના દસક્રોઈ તાલુકામાં રહેતા પટેલ સમાજના યુવકને રબારી સમાજની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા રબારી સમાજે યુવકનું અપહરણ કરી પટેલ પરિવાર પાસે 10 લાખની ખંડણી માંગી હતી. જોકે નિકોલ પોલીસે પટેલ યુવકને રબારી શખ્સોની જાળમાંથી છોડાવી લીધો હતો. આ સાથે જ બે રબારી શખ્સની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ અંગે નિકોલ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.