શોધખોળ કરો
હાર્દિકનું ઉપવાસનું "ગ્રાઉન્ડ" છીનવાઈ ગયું, જાણો AMCએ શું ઝાટકો આપ્યો....

1/4

બીજી તરફ પાસ સમિતિ દ્વારા ફરી આંદોલનને વેગ આપવા માટે કન્વીનર હાર્દિક પટેલ 25 ઓગસ્ટના રોજ અમદાવાદથી આમરણાંત ઉપવાસ કરવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ માટે પાસ સમિતિ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નિકોલમાં એક ગ્રાઉન્ડની પરવાનગી માંગવામાં આવી છે. જોકે AMCએ આ ગ્રાઉન્ડને ફ્રી પાર્કિંગ જાહેર કરી દેતા હાર્દિકના કાર્યક્રમને પરવાગી ન મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોર્પોરેશને તે જગ્યાએ ‘ફ્રી પાર્કિગ પ્લોટ’ના સાઈન બોર્ડ પણ મારી દીધા છે.
2/4

એએમસી દ્વારા આ સ્થળે 'ફ્રી પાર્કિંગ પ્લોટ'ના બોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્થળની મંજૂરી મળે તે માટે હાર્દિકે હાઇ કોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
3/4

ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં વિસનગર કોર્ટે કરેલી સજાને હાઇકોર્ટે સસ્પેન્ડ કરી જામીન આપ્યા છે. નોંધનીય છે કે, વિસનગર કોર્ટે આ કેસમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને બે-બે વર્ષની સજા ફટકારી હતી અને આ પછી ત્રણેયને કોર્ટે શરતી જામીન પણ આપી દીધા હતા.
4/4

અમદાવાદઃ 'પાટીદાર અનામત આંદોલન સમિતિ' (પાસ) ના કન્વીનર હાર્દિક પટેલનું ઉપવાસનું 'ગ્રાઉન્ડ' છીનવાઈ જાય તેવી શક્યતા છે. હાર્દિક દ્વારા 25 ઓગસ્ટના રોજ અમદાવાદથી આમરણાંત ઉપવાસ શરૂ કરવાનું આયોજન છે. આ માટે તેણે મોટી સંખ્યામાં હાજર રહેવા પાટીદાર યુવકોને હાંકલ કરી હતી. જેના માટે નિકોલમાં જે મેદાન માંગ્યું હતું તેને કોર્પોરેશને ફ્રી પાર્કિગ પ્લોટ જાહેર કરી દીધું છે. એટલા માટે હવે હાર્દિક પટેલના ઉપવાસનો કાર્યક્રમ અટવાયો છે.
Published at : 09 Aug 2018 07:23 AM (IST)
View More
Advertisement