અમદાવાદ: રાજ્યમાં વધી રહેલી બેરોજગારી વચ્ચે રોજગારીના પ્રશ્નને હલ કરવા માટે હવે જુદાજુદા સમાજનાં સંગઠનો દ્વારા પણ પ્રયાસો કરાઈ રહ્યા છે. આ પ્રયાસો અંતર્ગત ભરવાડ સમાજ દ્વારા યુવકોને 300 પીક-અપ વાન અને કારનું વિતરણ કરાશે.
2/3
આ કાર દ્વારા 1500 લોકોને રોજગારી મળશે. જે પણ યુવકને આ કાર મળશે તેમણે કોઈ ડાઉન પેમેન્ટ આપવાનું રહેતું નથી પણ બાકીના હપ્તા આપવાના રહેશે. આ હપ્તા ભર્યા પછી કાર તેમની થઈ જશે. આ પહેલાં પણ ભરવાડ સમાજ દ્વારા આ રીતે 250 કાર તથા પીક-અપ વાનનું વિતરણ કરાયું હતું.
3/3
આ અંગે ભરવાડ સમાજના અગ્રણી દિલીપભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, શુક્રવારે સમાજના કાર્યક્રમમાં કાર વિતરણ કરાશે. ભરવાડ સમાજ દ્વારા પોતાના યુવકોને 250 ઈકો કાર આપવામાં આવશે જ્યારે 50 બોલેરો કાર આપવામાં આવશે.