શોધખોળ કરો
દિલ્હીનો યુવક 2000ની વ્હીસ્કીની બોટલ ખરીદીને વિમાનમાં ગુજરાતના પોલીસ વડા ઝાની પાસે બેઠો, પછી શું થયું?
1/5

ત્યાર બાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ડોમેસ્ટિક એરપોર્ટની બહાર પહેરો ગોઠવી કુશ મલિકને શિવાનંદ ઝાની મદદથી પકડી તેની પાસેથી અંગ્રેજી દારૂની 750 મીલીની બોટલ રૂપિયા 2 હજારની રવિવારે સાંજે 8થી 8.30ની વચ્ચે પકડી પાડ્યો હતો તેની પાસે પરમિટ છે કે કેમ તેની તપાસ કરી હતી. જોકે મુસાફર પાસે પરમિટ ન હોવાથી તેને પકડી પાડ્યો હતો. એરપોર્ટ પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
2/5

અમદાવાદ: દિલ્હીથી અમદાવાદની ફ્લાઈટમાં રવિવારે રાતે અંગ્રેજી દારૂની બોટલ લઈને આવી રહેલો મુસાફર ડ્રાય સ્ટેટમાં દારૂની બોટલ કેવી રીતે ન પકડાય તે માટે રઘવાયો થયો હતો. બોટલને સંતાડવા માટે તે ફ્લાઈટમાં મથામણ કરી રહ્યો હતો અને તેણે દારૂની બોટલ હેન્ડબેગમાંથી કાઢી પાછી મૂકી દીધી હતી. જે તેનાથી એક સીટ છોડી બેઠેલા ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા જોઈ ગયા હતા. જેવી તેમની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે તેમણે પોલીસને જાણ કરી દીધી હતી.
Published at : 20 Nov 2018 12:02 PM (IST)
Tags :
Ahmedabad AirportView More





















