આ અશ્લીલ તસવીરોના આધારે તેણે બ્લેકમેઈલિંગ શરૂ કર્યું અને ભારતીને સેક્સ સંબંધો માટે મજબૂર કરતો હતો. આ બધાથી કંટાળેલી ભારતીએ ગળાફાંસો ખાઈ લીધો હતો. યુવતીના પિતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
2/4
આ દરમિયાન જમાઈ રવિ તેમની નાની દીકરી ભારતીને ફસાવીને માઉન્ટ આબુ ફરવા લઈ ગયો હતો. આબુમાં રવિએ પોતાની સાળી સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા અને તેની અશ્લિલ તસવીરો પાડી લીધી હતી.
3/4
યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી રવિકુમાર પ્રજાપતિનાં લગ્ન તેમની મોટી પુત્રી આરતી સાથે થયાં હતાં, પરંતુ ઘરમાં વારંવાર થતા ઝગડાને પગલે આરતી પિયર પાછી આવી ગઈ હતી.
4/4
અમદાવાદઃ અમદાવાદના નિકોલમાં 18 વર્ષની એક યુવતીના પોતાના 25 વર્ષીય સગા બનેવી સાથેના સેક્સ સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. બનેવીએ સાળી સાથે સેક્સ સંબંધોની તસવીરો પાડી લીધી હતી અને પછી બ્લેકમેઈલિંગ કરીને સેક્સની માગ કર્યા કરતો હતો. આ બધાથી કંટાળીને યુવતીએ રવિવારે આપઘાત કરી લીધો હતો.