ટક્કર વાગતાની સાથે જ મહીલા ફંગોળાઈને બ્રિજની નીચે રોડ પર પટકાઈ હતી. મહિલાને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
2/3
અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ પર કારની ટક્કર વાગતા એક્ટિવા ચાલક મહિલા બ્રિજ પરથી નીચે પટકાઈ હતી. જોકે, આ અકસ્માતમાં મહિલાનો આબાદ બચાવ થયો છે. ગઈ કાલે સાંજના સમયે પૂર ઝડપે આવી રહેલી સફેદ કલરની આઇ-20 કારે બ્રિજ પરથી પસાર થઇ રહેલી એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી હતી.
3/3
કારે ટક્કર માર્યા પછી મહિલા થાંભલા સાથે ટકરાતા બચી ગઈ હતી. અકસ્માત પછી લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને 108ને જાણ કરી મહિલાને સારવાર માટે ખસેડાઇ હતી.