ગરબા સ્થળે પ્રાથમિક સારવારની પણ સુવિધા ન હતી જેના કારણે તેને તાત્કાલિક સંજીવની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ બાળકના પિતાએ લોકોની સલામતી ન જોખમાય તે અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
2/4
આ વિતરણ કરવા માટે તેમના પાંચ જાણીતા આરજે સ્ટેજ પર જાય છે અને તેઓ ત્યાંથી જ તેમને બનાવેલી સી.ડી. લોકોમાં વહેંચવા માટે ફેંકતા હોય છે. સામાન્ય રીતે ખેલૈયાઓ આ ખાસ ક્ષણની રાહ જોતાં હતાં પરંતુ મંગળવારે રાતે સી.ડી. ફેંકતા એક નાના બાળકને વાગી હતી.
3/4
આ મામલે મળતી માહિતી પ્રમાણે વર્ષોથી અમદાવાદમાં આવેલા માહી પાર્ટી પ્લોટમાં એક એફએમ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમે છે. દર વર્ષની જેમ તેઓ નવરાત્રિના આ ઈવેન્ટમાં એક સી.ડી. બહાર પાડે છે અને તે સી.ડી.નું વિતરણ પણ ખેલૈયાઓમાં કરે છે.
4/4
ગુજરાતમાં હાલ નવરાત્રિનો માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદમાં સિંધુભવન પર આવેલા એક પાર્ટી પ્લોટમાં રેડિયો સ્ટેશન વર્ષોથી ગરબાનું આયોજન કરે છે. જેમાં આરજે સ્ટેજ પર ચઢીને ઉભેલા ખેલૈયાઓ તરફ સી.ડી. ફેંકતા નાના છોકરાને સી.ડી. વાગી હતી. જેની ફરિયાદ બાળકના પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં જાણીતા આરજે દેવકી, નિષિતા, હર્ષ, ધ્રુમિલ આયુષ સહિત પાંચ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.