શોધખોળ કરો
ગરબા સીડીકાંડમાં અમદાવાદની જાણીતા આરજે દેવકી સહિત કયા 4 RJની પોલીસે કરી ધરપકડ, જાણો વિગત
1/6

ત્યારબાદ તેમના ગરબાની પ્રસિદ્ધિ માટે તૈયાર કરાવેલી સીડીઓ લોકો ઉપર ફેંકી હતી. જેમાંથી એક સીડી અર્થને ડાબી આંખની નીચે વાગી હતી. આ અંગે ભાવેશભાઇએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ કલ્પેશ પટેલે સોમવારે બપોરે 3.10 વાગ્યે ચારેય આરજેની ધરપકડ કરી હતી. તેમને સાંજે 6 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ જામીન ઉપર મુક્ત કરાયા હતા.
2/6

રેડ એફએમ દ્વારા નવરાત્રીમાં સિંધુભવન રોડ પર આવેલા માહી પાર્ટી પ્લોટમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12 ઓક્ટોબરે ભાવેશ ઝાલાવાડિયા પત્ની આરતી અને સવા ચાર વર્ષના દીકરા અર્થને લઈને અહીં ગયાં હતાં. લગભગ 11.30 વાગ્યે રેડ એફના આરજે સ્ટેજ ઉપર આવ્યા હતા અને તેમણે ગરબા બંધ કરાવીને તમામ લોકોને સ્ટેજ પાસે ભેગા કર્યાં હતા.
Published at : 23 Oct 2018 09:18 AM (IST)
View More




















