જો કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાલની આ પરિસ્થિતિથી ખુશ નથી અને તેમણે કોંગ્રેસના નેતાઓને વધુ સારી મહેનત કરીને વિધાનસભા બેઠકો પ્રમાણે સ્થિતિ સ્પષ્ટ કરવા સૂચના આપી છે. તેમણે આ તમામ બેઠકો પર ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને વેગ આપવા અને પ્રજાલક્ષી મુદ્દાઓને લઇને કાર્યક્રમો ઘડી કાઢવા પણ સૂચના આપી છે. હાલમાં ગુજરાતમાંથી લોકસભાની તમામ 26 બેઠકો બાજપના કબજામાં છે.
2/5
અમદાવાદઃ દિલ્હીમાં મળેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કોર કમિટિની બેઠકમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવા માટે મનોમંથન થયું. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું અને 9 બેઠકો પર કોંગ્રેસની જીતની શક્યતા એકદમ પ્રબળ હોવાના દાવો કરાયો.
3/5
કોંગ્રેસ પોતાની તાકાત 11થી 12 બેઠકો પર જીત આસાન માની રહી છે જ્યારે વધુ સારી મહેનત કરવામાં આવે તો 14 થી 16 બેઠકો જીતી શકાય તેમ છે તેમ માને છે. ખેડૂતો, બેરોજગારી, પાણી અને મોંઘવારી જેવા પ્રશ્નોથી પ્રજા પરેશાન હોવાનો સૂર કોંગ્રેસના નેતાઓ બેઠકમાં વ્યક્ત કર્યો.
4/5
બીજી તરફ 2 બેઠકો પર કોંગ્રેસ વધુ મહેનત કરે તો જીતની શક્યતા બતાવી. આ બેઠકોમાં મહેસાણા, રાજકોટ બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કચ્છ, જામનગર, પોરબંદર, છોટાઉદેપુર અને ખેડા બેઠકો પર કોંગ્રેસ પરિણામો બદલવા માટે સક્ષમ છે તેમ કોંગ્રેસના નેતાઓનું માનવું છે.
5/5
કોંગ્રેસના નેતાઓના એનાલીસિસ પ્રમાણે કોંગ્રેસની જીતની વધુ શક્યતાવાળી બેઠકોમાં 3 બેઠક સૌરાષ્ટ્રની છે જ્યારે 3-3 બેઠકો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છે. સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, સાબરકાંઠા, બનાસકાંઠા, પા઼ટણ, દાહોદ, આણંદ, પંચમહાલ બેઠકો પર કોંગ્રેસ સરળતાથી જીતશ તેવો કોંગ્રેસના નેતાઓનો દાવો છે.