શોધખોળ કરો
પદ્મ પુરસ્કારના નામની જાહેરાત, જાણો ક્યા સાત ગુજરાતીઓને મળશે પદ્મશ્રી પુરસ્કાર?
1/2

તે સિવાય કળા માટે ગુજરાતી અબ્દુલ ગફુર ખત્રી, કૃષિ માટે ગુજરાતી વલ્લભભાઈ મારવણિય, કૃષિ માટે વિમલ પટેલ અને સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાતી નગિનદાસ સંઘવીને પદ્મશ્રી એનાયત કરાશે. નોંધનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, સંગીતકાર ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને ભારત રત્ન એનાયત કરાશે. પદ્મભૂષણ અવોર્ડને લઇને જે લોકોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં અકાલી દળના નેતા સુખદેવ સિંહ ઢીંઢસા, પ્રવીણ ગોરધન, મહાશય ધર્મપાલ ગુલાટી, દર્શન લાલ જૈન, લક્ષ્મણ રાવ કુકડે, પશ્ચિમ બંગાળથી બુદ્ધાદિત્ય મુખર્જીનો સમાવેશ થાય છે. ઉપરાંત લોક કલાકાર તીજન બાઈ, જિબૂતીના રાષ્ટ્રપતિ ઈસ્માઈલ ઉમર ગુલેહ, એલ એંડ ટીના અધ્યક્ષ એ એમ નાઈક સહિત ચાર લોકોને પદ્મ વિભૂષણનું સમ્માન મળશે.
2/2

અમદાવાદઃ રાષ્ટ્રપતિએ 112 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. જેમાંથી ચાર મહાનુભાવોને પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરાયો છે જ્યારે 14 મહાનુભાવોને પદ્મ ભૂષણ અને 94 મહાનુભાવોને પદ્મ શ્રી એવોર્ડથી નવાઝવામાં આવશે. જેમાં સાત ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કાર મળશે. જેમાં કળા અને ગુજરાતી માટે જ્યોતિ ભટ્ટ, સામાજિક કાર્ય અને દિવ્યાંગોના કલ્યાણ માટે મુક્તાબેન ડગલી, કળા માટે જોરાવરસિંહ જાદવ પદ્મશ્રી પુરસ્કાર મળશે.
Published at : 25 Jan 2019 10:39 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















