Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ
નર્મદાના સાગબારામાં યોજાયેલા સરકારી કાર્યક્રમમાં ગઈકાલે જબરદસ્ત રાજકીય તમાશો થયો. આમંત્રણ પત્રિકામાં નામ ન છપાતા આક્રોશિત થયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેકટર અને અધિકારીઓને ખરી ખોટી સંભળાવી. આદિજાતિ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા શાળાના કાર્યક્રમમાં ચૈતર વસાવા મંચ પરથી લાલઘૂમ થયા અને આક્રોશ વ્યકત કરતા રહ્યા. જોકે મંચ પર થઈ રહેલા તમાશાની અસર સામે બેઠેલા લોકોમાં પણ જોવા મળી. ના છૂટકે પોલીસે દરમિયાનગીરી કરી. આવો સાંભળી જોઈ લઈએ પોલિટિકલ ડ્રામા
મંચ પર ધારાસભ્ય ચૈતરે કરેલા પોલિટીકલ ડ્રામાનો સાંસદ મનસુખ વસાવાએ સણસણતો જવાબ આપ્યો. કેમ કે ચૈતર વસાવાને બોલવાનો મોકો આપ્યો હતો ત્યારે હવે હંગામો ન કરવા અને જો હંગામો કરવો જ હોય તો બહાર નીકળી જવા ચૈતર સમર્થકોને મનસુખ વસાવાએ પડકાર ફેંકયો. સરકારી કાર્યક્રમમાં વિક્ષેપ પાડી વિકાસના કાર્યોમાં રોડા નાંખવાની નીતિને મનસુખ વસાવાએ ટીકા કરી.
















