શોધખોળ કરો

Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ

Venezuela Blast : વેનેઝુએલાની રાજધાની કરાકાસ અને ગુઆઇરા બંદરમાં વિસ્ફોટો થયો, જેના કારણે હવાઈ ક્ષેત્ર ખાલી કરાવવામાં આવ્યું અને યુનાઇટેડ સ્ટેટ્સે નાગરિક વિમાનો પર પ્રતિબંધો લાદ્યા.

દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં અચાનક થયેલા જોરદાર વિસ્ફોટોથી સમગ્ર પ્રદેશમાં ભય ફેલાયો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સ દ્વારા પુષ્ટિ કરાયેલી રાજધાની કાૃરાકાસ સહિત અનેક વિસ્તારોમાં વિસ્ફોટો સંભળાયા હતા. સૂત્રો સૂચવે છે કે, આ વિસ્ફોટો ફક્ત રાજધાની કરાકાસ સુધી મર્યાદિત નહોતા. મૈકેટિયા શહેર નજીકના લા ગુએરા બંદર વિસ્તારમાં પણ વિસ્ફોટો અને આગના અહેવાલો મળ્યા છે. આ વિસ્તારને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેમાં મુખ્ય બંદરો અને હવાઈ મથક  છે. વિસ્ફોટો પછી તરત જ, પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે વેનેઝુએલાના હવાઈ ક્ષેત્રને લગભગ સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું. સુરક્ષા કારણોસર ઘણા વિમાનોએ તેમના રૂટ બદલી નાખ્યા, જેના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર અસર પડી.

વિસ્ફોટ બાદ, યુનાઇટેડ સ્ટેટ્સે એક મોટું સુરક્ષા પગલું ભર્યું છે, જેમાં તમામ નાગરિક વિમાનોને વેનેઝુએલાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુએસ ફેડરલ એવિએશન ઓથોરિટી દ્વારા જાહેર  કરાયેલી સૂચનામાં સુરક્ષા જોખમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, આ પ્રતિબંધ યુએસ લશ્કરી વિમાનો અને હેલિકોપ્ટર પર લાગુ થશે નહીં.
કોલંબિયાના રાષ્ટ્રપતિનું ગંભીર નિવેદન

કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ વેનેઝુએલામાં થયેલા બોમ્બ ધડાકા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કરાકાસ પર હાલમાં બોમ્બમારો થઈ રહ્યો છે, અને સમગ્ર વિશ્વએ સાવધ રહેવું જોઈએ. તેમના મતે, વેનેઝુએલા પર હુમલો કરવામાં આવ્યો છે અને મિસાઇલોથી બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરતા કહ્યું કે ઓર્ગેનાઇઝેશન ઓફ અમેરિકન સ્ટેટ્સ અને સંયુક્ત રાષ્ટ્રએ તાત્કાલિક કટોકટીની બેઠક બોલાવીને પરિસ્થિતિની ચર્ચા કરવી જોઈએ અને જરૂરી પગલાં લેવા જોઈએ.

પ્રાદેશિક તણાવ વધવાનો ભય

વિશ્લેષકો માને છે કે, જો કરાકાસ પરના હુમલાની પુષ્ટિ થાય છે, તો તે સમગ્ર લેટિન અમેરિકા માટે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. વેનેઝુએલા પહેલેથી જ રાજકીય અને આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે, અને બાહ્ય હુમલાની શક્યતા પ્રાદેશિક અસ્થિરતાને વધુ વધારી શકે છે. હાલમાં, વેનેઝુએલા સરકાર તરફથી આ હુમલા અંગે કોઈ સત્તાવાર  લશ્કરી પુષ્ટિ મળી નથી, પરંતુ પરિસ્થિતિની ગંભીરતા આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને પડોશી દેશોની પ્રતિક્રિયાઓ પરથી અંદાજી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Advertisement

વિડિઓઝ

Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી
PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PBKS vs GT IPL 2026 Live Score: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા બેટિંગ કરશે
PBKS vs GT IPL 2026 Live Score: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા બેટિંગ કરશે
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
હવે AI બતાવશે ભવિષ્ય! ચીનમાં 20 વર્ષના વિદ્યાર્થીએ કર્યો કમાલ, જાણો કઈ રીતે કામ કરશે એઆઈ ચેટબોટ
હવે AI બતાવશે ભવિષ્ય! ચીનમાં 20 વર્ષના વિદ્યાર્થીએ કર્યો કમાલ, જાણો કઈ રીતે કામ કરશે એઆઈ ચેટબોટ
Embed widget