આઈએએસ અધિકારીઓની લાંબી ગેરહાજરીથી વાયબ્રન્ટ સમિટની મહત્વની કામગીરીને અસર પહોંચશે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીને જણાવ્યું હતું. આથી તેમણે આ બાબતે અંગત રસ લઇને આઇએએસ અધિકારીઓની ગેરહાજરી વિદેશ પ્રવાસને કારણે વધે નહીં તેટલા માટે વિદેશ પ્રવાસોને હાલપૂરતા મોકુફ રાખવાની તાકિદ કરી હતી.
2/5
મુખ્ય જવાબદારી નિભાવતા અધિકારીઓની ગેરહાજરીથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની કામગીરી પણ વિલંબિત થાય તેવું રાજ્ય સરકારને જણાયું હતું. આથી વાયબ્રન્ટ સમિટ સિવાયના વિદેશ પ્રવાસ પર સમિટ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું મુખ્ય સચિવ જે.એન. સિંઘે જણાવ્યું હતું.
3/5
આઈએએસ અધિકારીઓ કોઈ સરકારી કાર્ય માટે વિદેશ પ્રવાસ જાય તો ઓછામાં ઓછું એકાદ સપ્તાહ કે 10 દિવસ જેટલો સમય તે પ્રવાસમાં વ્યસ્ત રહે છે. આવા સંજોગોમાં સરકારના વિવિધ વિભાગોની મુખ્ય જવાબદારી તેમના શિરે છે.
4/5
વાઈબ્રન્ટ સમય આડે ત્રણ મહિના જેટલો સમય છે ત્યારે તેમની ઓછામાં ઓછા 8-10 દિવસ આઈએએસ અધિકારીઓની ગેરહાજરીથી વહીવટીતંત્રને અસર પહોંચે તેમ છે.
5/5
ગાંધીનગર: વાયબ્રન્ટ સમિટ-2019ની કોઈ કામગીરી ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરીને કારણે વિલંબિત થાય નહીં એટલા માટે રાજ્ય સરકારે આઈએએસ અધિકારીઓના વિદેશ પ્રવાસ પર વાયબ્રન્ટ સમિટ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે તેવું જાણવા મળ્યું છે.