શોધખોળ કરો
અમદાવાદઃ ભાડે રહેતી મહિલાએ મકાન માલિક વૃદ્ધાની કરી હત્યા, પછી શું કર્યું?
1/5

અમદાવાદઃ શહેરના અમરાઇવાડીમાં ભાડુઆત મહિલાએ મકાન માલિક વૃદ્ધાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ચાર દિવસ પહેલા શાંતાબેન નામની મહિલાની હત્યા કરી નાંખી હતી. મોડી રાતે ઘરમાંથી વિકૃત હાલતમાં લાશ મળી આવી છે. હાલ, ભાડુઆત મહિલા ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
2/5

ઘરમાંથી લાશ મળતાં તાત્કાલિક પોલીસને જાણ કરાતા અમરાઇવાડી પોલીસ દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ લાશ 65 વર્ષીય શાંતાબેન વેગડાની હોવાનું સામે આવ્યું છએ. શાંતાબેન અમરાઇવાડીના ઉદયનગરમાં તેમના બે પુત્ર અને પુત્રવધૂ સાથે રહે છે. શાંતાબહેનની પુત્રી હંસાનું મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં મકાન આવેલું છે. જે છેલ્લા ઘણા સમયથી લીલાબહેન મહેશભાઇ પરમાર(ઉ.વ.45)ને ભાડેથી આપ્યું છે.
Published at : 01 Aug 2018 12:55 PM (IST)
View More





















