શોધખોળ કરો
અમદાવાદઃ યુવકે પ્રમોશન મેળવવા પોતાની પત્નિને પોતાના બોસ સાથે સેક્સ માણવા કહ્યું ને પછી............
1/7

યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે નારણપુરા વિસ્તારમાં રહેતી આ યુવતીએ 2007માં લવમેરેજ કર્યા હતા. યુવતીનો પતિ અને તેના પિતા મિરઝાપુર ખાતે દુકાન ધરાવે છે. બંને સાથે મળીને ફોર વ્હિલર ગાડીઓના સ્પેરપાર્ટનો વેપાર કરે છે અને યુવક પોતે એક કારના શોરુમમાં નોકરી કરે છે.
2/7

હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે પતિએ નોકરીમાં પ્રમોશન માટે યુવતીને તેના બોસ સાથે એક રાત શારીરિક સંબંધ બાંધી સેક્સ માણવા માટે કહ્યું હતું. આ માટે યુવતી તૈયાર થઈ નહોતી, જેને પગલે યુવતીને સાસુ- સસરા નાની નાની બાબતે મ્હેણા ટોણા મારી માનસિક શારિરીક ત્રાસ આપતા હતા.
3/7

લગ્ન બાદ યુવતીને જાણવા મળ્યું હતું કે, તેના પતિ અને સસરા પરસ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ બાંધવાના શોખીન છે અને તેમને રોજ નવી સ્ત્રી હવસ સંતોષવા જોઈએ છે. બંને બીજી સ્ત્રીઓ પાછળ બેફામ પૈસા ઉડાવતા હતા. આ માટે તેમણે યુવતીના દાગીના પણ વેંચી માર્યા હતા.
4/7

યુવતીના પતિમાં બીજી પણ વિકૃત્તિઓ હતી. તે યુવતીને બળજબરીથી દારૂ અને સિગરેટ પીવડાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. આ ઉપરાંત તે પત્નિને પોતે જે જગ્યાએ તે કહે ત્યાં છોકરીઓ પહોંચાડવા માટે જણાવ્યું હતું. યુવતીએ પતિને ના પાડતા ઝઘડો કર્યો હતો અને તેને ફટકારી હતી.
5/7

અમદાવાદઃ અમદાવાદમાં એક યુવકે નોકરીમાં પ્રમોશન માટે પોતાની પત્નીને પોતાના બોસ સાથે સેક્સ માણવા દબાણ કરતો હોવાનો ચોંકાવનારી ઘટના બની છે. યુવકે બોસની હવસ સંતોષવા માટે પત્નિને બોસ પાસે એક રાત માટે મોકલવા માગતો હતો પણ યુવતી તૈયાર નહોતી થઈ.
6/7

દરમિયાનમાં બોસ સાથે સેક્સ માણવા માટે દબાણ વધાર્યું હતું. સસરા અને પતિએ યુવતીને માર મારવાનું ચાલુ રાખતા કંટાળીને તેણે નારણપુરા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે. બે સંતાનોની માતા 34 વર્ષીય પરિણીતાની ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.
7/7

આ ઓછું હોય તેમ પતિએ પોતાની પ્રગતિ માટે બોસ તથા અન્ય વગદાર લોકોને પોતે જે જગ્યાએ તે કહે ત્યાં છોકરીઓ પહોંચાડવા માટે પણ પત્નિને જણાવ્યું હતું. પત્નીએ પતિને આવા કામ કરવાની ના પાડતા પતિએ માર માર્યો હતો. યુવતીએ આ અંગે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Published at : 03 Jun 2018 10:29 AM (IST)
View More
Advertisement





















