આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરના બે જાણીતા એન્ટ્રી ઓપરેટર સંજય અને જિજ્ઞેશ શાહના ઘરમાં આઈટીએ રેડ કરી હતી. જેમાંથી આ બંન્નેના ઘરમાં દરોડા પાડતા 10 કરોડ જેટલી મોટી રકમ મળી આવી છે. આ રકમ શેર બજારના કાળા નાણાંના વ્યવહારો સામે આવ્યાં છે.
2/3
આ બંન્ને લોકો શહેરમાં અનેક લોકો પાસેથી એન્ટ્રી લેતા હોવાનું પણ સામે આવ્યું છે. ઇન્કમ ટેક્સ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં શેરબજારાના મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
3/3
અમદાવાદઃ શહેરમાં આજે આઈટી વિભાગ દ્વારા એન્ટ્રી ઓપરેટરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન 10 કરોડની રોકડ ઝડપાતાં ચકચાર મચી જવા પામી હતી.