શુક્રવારે પણ રાજધાની દિલ્હી સહિત અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ 28 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 81.28 પ્રતિ લીટરે પહોંચી ગયું. તો બીજી તરફ ડીઝલના ભાવમાં પણ 22 પૈસાનો વધારો નોંધાયો. જેથી ડીઝલના ભાવ શુક્રવારે વધીને 73.30 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા.
2/5
સુરતમાં પેટ્રોલનો ભાવ 80.42 રૂપિયા અને ડીઝલનો ભાવ 78.68 રૂપિયા છે. આ ઉપરાંત રાજકોટમાં પેટ્રોલનો ભાવ 80.29 અને ડીઝલનો ભાવ 78.54 રૂપિયા છે.
3/5
અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ 80.42 રૂપિયા છે જ્યારે ડીઝલનો 78.66 રૂપિયા છે. વડોદરામાં પેટ્રોલનો 80.13 અને ડીઝલનો 78.38 રૂપિયા નોંધાયો છે.
4/5
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત મહાનગરોમાં પેટ્રોલનાં ભાવવધારાથી સામાન્ય માણસની જિંદગી પર અસર જોવા મળી હતી અને મોંઘવારીમાં વધારો થતાં લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો હતો.
5/5
અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારાએ માઝા મુકી છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. જેમાં પેટ્રોલમાં 28 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 22 પૈસા પ્રતિ લિટરનો ભાવ વધારો નોંધાયો છે. મહાનગરોમાં ભાવવધારાની અસરને પગલે જનજીવન પર અસર જોવા મળી હતી. પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારાને પગલે લોકોનો આક્રોશ સામે આવી રહ્યો છે.