આ અંગેની વિગતો એવી છે કે, આજે જીવરાજપાર્ક પાસેના અમન આકાશ પાર્ટી પ્લોટની બાજુના પ્લોટમાંથી હીના નામની યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. હીના રાતે કોઈ યુવક સાથે બાઈક પર ગયા પછી આજે સવારે તેની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. વાસણા પોલીસ પ્રેમ પ્રકરણમાં હત્યા થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે.
2/5
હીનાના સંબંધીએ જણાવ્યું હતું કે, મારી ભાણી હીનાએ લવ મેરેજ કરેલા છે અને તેને દોઢ વર્ષનો દીકરો પણ છે. ત્યારે તે અહીં આવી હતી. સંબંધીને તેના ભત્રીજાએ જણાવ્યું હતું કે, હીના અહીં આવી છે અને તેને જેની સાથે લફરું છે એ એને લઈ જાય છે. આ સાંભળી હું ત્યાં દોડી ગઈ હતી, પરંતુ ત્યાં કોઈ હતું નહીં. જોકે, હત્યા થઈ તે અંગે અમને કંઇ જ ખબર નથી.
3/5
એમ ડિવિઝન, એસીપી વી.જી. પટેલે જણાવ્યું હતું કે, મૃતક યુવતીને એક છોકરા સાથે અફેર હતું, એવું જાણવા મળ્યું છે. ગઈ કાલે રાતે તેમની વચ્ચે ઝઘડો થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. પાટીયું માથામાં મારીને હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
4/5
અમદાવાદઃ શહેરના જીવરાજપાર્ક પાસેથી યુવતીની હત્યા કરાયેલા લાશ મળવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. આ યુવતીનું નામ હીના છે અને તેને પ્રેમલગ્ન કરેલા છે. એટલું જ નહીં, આ યુવતીને અન્ય યુવક સાથે અફેર હતું અને આ અફેરને કારણે હત્યા થઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.