વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે અંજનીદાસ અગાઉ પ્લેટેનીટમ હાઉસમાં ઓફિસ ધરાવતા હતા જ્યારે હાલમાં શપથ- 5 માં ઓફિસ ધરાવીને ધંધો કરે છે. મહત્વની વાત તો એ છે કે અંજનીદાસનો ફલેટ અત્યંત વૈભવી છે અને તેમની લાઈફ સ્ટાઈલ જોઇને તે પણ ઈન્કમટેક્ષ વિભાગના શંકાના પરિઘમાં આવ્યા છે.
2/7
3/7
ઈડીએસ સ્કીમમાં રૂ.13,860 કરોડનું કાળુ નાણું જાહેર કરનાર મહેશ શાહના જમાઇ અંજની દાસ ફાઇનાસન્સનો ધંધો કરે છે. તેઓ ક્વિક મોર્ટગેજ કોર્પોરેશનમાં એડવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તેઓ કેટલાક અમેરિકન નાગરિકો, વેપારીઓ અને ત્યાંની કંપનીઓ માટે જમીન લે-વેચનો વ્યવાસય કરે છે. આ સાથે અમદાવાદમાં કોલ સેન્ટર પણ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે.
4/7
નોંધનીય છે કે, મહેશ શાહની દીકરી પ્રકૃત્તિએ બંગાળી યુવાન અંજની દાસ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. હાલમાં તેઓ પ્રેરણાતીર્થ દેરાસર પાસેના સાતત્ય હાઈટ્સમાં રહે છે. મહેશ શાહ હાજર થયા પછી રવિવારે આવકવેરા ખાતાની કચેરીએથી મહેશ શાહને સીધા જ તેમની દીકરી પ્રકૃતિના ઘરે ગયા હતા. જ્યાં સાંજે 4.30 વાગ્યા સુધી રોકાયા હતા. જ્યારે મહેશ શાહના જમાઇ અંજની દાસને પૂછતા તેમણે તેમના વ્યવસાય વિશે કોઇ વાત કરી ન હતી.
5/7
6/7
અમદાવાદઃ મહેશ શાહે કરોડો રૂપિયાનું કાળું નાણું જાહેર કર્યા પછી પહેલો હપ્તો ન ભરતાં તેનું નામ ચર્ચામાં આવ્યું છે. મહેશ શાહ ગુમ થઈ જતાં તેની શોધખોળ શરૂ થઈ હતી અને આ પછી અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ત્યારે હવે મહેશ શાહે જે કાળું નાણું જાહેર કર્યું, તેમાં તેમના જમાઇનો પણ હિસ્સો હોવાની શંકા સેવવામાં આવી રહી છે. વૈભવી લાઈફ સ્ટાઈલને લીધે મહેશ શાહના જમાઇ અંજની દાસ પણ તપાસના ઘેરામાં આવી શકે છે.
7/7
દીકરી પ્રકૃતિના પતિ અંજની દાસ જે વ્યવસાય સાથે સંકળાયેલા છે, આ બંને વ્યવસાયમાં અમેરિકાથી હવાલા મારફતે પૈસા આવી શકે છે. જેથી મહેશ શાહે જાહેર કરેલા કાળાં નાણામાં કેટલોક હિસ્સો તેમના જમાઇનો હોવાની પણ આઈટી વિભાગ દ્વારા શંકા સેવાઈ છે. આ શંકાના આધારે આવકવેરા ખાતાએ તે દિશામાં તપાસ શરૂ કરી છે.