અમદાવાદઃ એક બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લોકોને રાહત મળી રહી છે તો 2019ના પ્રથમ દિવસે જ અદાણીએ સામાન્ય લોકોને ઝાટકો આપ્યો છે. અદાણી કંપનીએ સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો જાહેર કર્યો છે.
2/3
અદાણી દ્વારા કરવામાં આવેલ ભાવ વધારો અમદાવાદ અને વડોદરાના વાહનચાલકોને આર્થિક ઝાટકો આપ્યો છે. કંપનીએ સીએનજીના ભાવમાં કિલોએ 1 રૂપિયાનો વધારો કરીને કિલોએ 55 રૂપિયા કર્યા છે. આ પહેલા કિલોનો ભાવ 54 રૂપિયા હતો. આ ભાવ વધારો 2 જાન્યુઆરીથી લાગુ થઈ ગયો છે. અમદાવાદ અને વડોદરામાં સીએનજીના ૧.૫૦ લાખ વાહન ચાલકો ઉપર ભાવ વધારો ઝીંકાયો છે.
3/3
સીએનજી ઉપરાંત પીએનજીના ગ્રાહકોને પણ મોટો માર પડ્યો છે. અમદાવાદ અને વડોદરાના ૨.૮૫ લાખ ઉપરાંત પીએનજીના ગ્રાહકો છે. કંપનીએ એક એમએમબીટીયુના ભાવમાં ૧૩.૨૦ રૂપિયાનો વધારો કર્યો છે. પીએનજીના ભાવમાં ૧૩.૨૦ રૂપિયાનો વધારો ઝીંકીને ૬૮૨.૫૦ રૂપિયા કરવામાં આવ્યા છે.