શોધખોળ કરો
અમદાવાદમાં ‘ક્લાઉડ-9’ કન્સ્ટ્રક્શન સાઇટ પર સતત ત્રણવાર ભેખડ ધસી પડતાં 3 મજૂરોના મોત
1/4

આ દૂર્ઘટનામાં ગુડ્ડુ ભાઈ, વિજયકુમાર શાની અને પ્રમોદરાય જાદવ નામના ત્રણ મજૂરોના મોત થયા હતા. જ્યારે સુજિત શાની, પ્રમોદ શાની, ગણેશભાઈ શાહ, સેવકભાઈ શાની, રામનારાયણ શાની અને મુન્નાભાઈ શાની નામના મજૂરો ઘાયલ થયા હતા.
2/4

આ અંગે વાત કરતાં ઈજાગ્રસ્ત સુજિત શાનીએ જણાવ્યું હતું કે, ‘અમે 9 લોકો લોખંડના સળિયા બાંધવા (સન્ટિંગ)નું કામ કરી રહ્યા હતા. આ સમયે એકાએક ઉપરથી ભેખડ ઘસી પડતાં વિજય અને પ્રમોદરાય જાદવ દટાઈ હયા હતા. એ બંનેને બચાવવા હું અને બીજા લોકો ગયા, તેમાં હું દટાયો અને મારી સાથે બીજા લોકો પણ દટાયા. ત્યારે મેં પ્રયત્ન કરી મારું માથું બહાર કાઢી લીધું હતું. એ પછી મને ખ્યાલ નથી કે શું થયું? પણ આમાં ગુડ્ડુનું પણ મોત નિપજ્યું હતું.’ આ ઘટનામાં સેટેલાઇટ પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published at : 20 Apr 2018 09:42 AM (IST)
View More





















