શોધખોળ કરો
ઉંઝા ઉમિયા માતા સંસ્થાનની સરકારને ખુલ્લી ચીમકીઃ ગઢોડામાં પાટીદારો પર અત્યાચાર કરનારા પોલીસ સામે પગલાં લો નહિંતર........

1/5

ઉમિયા માતા સંસ્થાન ઊંઝાએ સરકારને ચીમકી આપી હતી કે ,પાટીદાર સમાજની વિશ્વ ફલક સંગઠિત શક્તિને ઓછી ન આંકે. સરકાર આ કૃત્ય કરનાર અધિકારીઓ સામે પગલાં નહીં લે તો ધાર્મિક સંસ્થાઓએ આ અંગે વિચારવું પડશે.
2/5

આ કારણે મા ઉમિયાના કરોડો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. સરકારના પોલીસ દમનના આ કૃત્યને સંસ્થાન સખત શબ્દોમાં વખોડે છે અને ફરીથી આવું દમનકારી કૃત્ય ન થાય અને લોકોની શ્રધ્ધા-આસ્થા-ધાર્મિક લાગણીને ઠેસ ના પહોંચે તેની સરકાર નોંધ લે.
3/5

અમદાવાદઃ આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલે પાણી પીતાં હિંમતનગરના ગઢોડાના ત્રણ હજાર પાટીદારો અમદાવાદના સોલા ઉમિયા માતાજી મંદિરે બાધા પૂરી કરવા રવિવારે મા ઉમિયાનો રથ લઈને નીકળ્યા હતા. પોલીસે મંજૂરી ન લીધી હોવાના બહાને રથ જપ્ત કરીને લાઠીચાર્જ કર્યો હતો.
4/5

પોલીસે પદયાત્રીઓની અટકાયત કરી હતી. આ ઘટનાના પાટીદારોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજીના મંદિરનો વહીવટ કરતા ઊંઝા ઉમિયા માતા સંસ્થાને તેની ગંભીર નોંધ લઈ સરકારને ચીમકી આપી છે કે, સરકાર પાટીદાર સમાજની વિશ્વ ફલકની શક્તિને ઓછી આંકે નહીં.
5/5

શ્રી ઉમિયા માતાજી સંસ્થાને પ્રેસ નોટ બહાર પાડીને આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે, હિંમતનગર હાઈવે પર પદયાત્રીઓ, મહિલા, યુવાનો, વૃધ્ધો ઉપર કોઈ પણ જાતના કારણ વગર કે જાણ કર્યા વગર લાઠીચાર્જ, ટીયરગેસ છોડી દમન ગુજારી મા ઉમિયાના રથને ડીટેઈણ કરી રોકવામાં આવ્યા.
Published at : 04 Sep 2018 09:54 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
