શોધખોળ કરો
ડાકોરમાં લવજેહાદઃ પરણીત પ્રેમી સાથેના સંબંધથી સગીરા બની સગર્ભા, પછી શું આવ્યો કરુણ અંજામ?
1/9

દરમિયાન ગ્રામપંચાયતના સભ્ય ઝુબેદાબેન વહોરાના પતિ અજીતભાઇ અને પંચાયતના જ સભ્ય દિનેશભાઇ ગણપતભાઇ મકવાણા તેમના ઘરે આવ્યા હતા. અઘટિત બનાવ અંગે દુઃખ વ્યક્ત કરી જે થઇ ગયું તે થઇ ગયું. આમા કોઇ પોલીસ કેસ ન કરવાનું અને છોકરીની લાશને લઇને રખડવું પડશે તેવું કહી ચાલ્યા ગયા હતા. આથી ગભરાયેલા માતા-પિતાએ પારૂલની લાશને સમાજના રીતરીવાજ મુજબ ગામના જ સરકારી દવાખાના પાછળની જમીનમાં દાટી દીધી હતી.
2/9

મૃત્યુના પાંચ દિવસ બાદ પારુલે જ્યાં આત્મહત્યા કરી હતી, તેની સફાઇ કરતા ખૂણામાંથી સફેદ કલરનો મોબાઇલ મળી આવ્યો હતો. જેમાં ગામના જ એક પરણિત મુસ્લિમ યુવક તાહીર રફીક વ્હોરા દ્વારા કરાયેલા ગુજરાતીમાં એસએમએસ હતા. ઉપરાંત તેના ફોટા પણ હતા. મોબાઇલ મળ્યા બાદ પારુલ પ્રેગનન્ટ હોવાની માતા-પિતાને જાણ થઇ હતી.
Published at : 10 Aug 2017 11:56 AM (IST)
View More























