Shubhman Gill age: શુભમન ગિલ પર સાચી ઉંમર છુપાવ્યાનો આરોપ, સોશિયલ મીડિયા પર પોસ્ટ થઇ વાયરલ
Shubhman Gill age: ભારતીય ક્રિકેટર શુભમન ગિલ વિશે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ગિલ પર ઉંમરની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Shubhman Gill Shahneel Gill age difference: ક્રિકેટ હોય કે અન્ય કોઈ રમત, એથ્લેટ્સ ઘણી વખત તેમની ઉંમર છુપાવતા પકડાયા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અમિત મિશ્રાએ પોતાની ઉંમર છુપાવવાનું સ્વીકાર્યું હતુ. જ્યારે નીતિશ રાણાએ એક વખત પોતાની ઉંમર છુપાવવા બદલ BCCI તરફથી સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હવે શુભમન ગિલ પણ આ જ કારણે ચર્ચામાં છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં શુભમન ગિલ અને તેની બહેન શાહનીલ ગિલના જન્મદિવસમાં માત્ર 3 મહિનાનો તફાવત છે.
શુભમન ગિલ હાલમાં ભારતના ટોચના ક્રિકેટરોમાંથી એક છે અને તેનો જન્મ 8 સપ્ટેમ્બર 1999ના રોજ પંજાબના ફાઝિલ્કામાં થયો હતો. શુભમનની એક બહેન પણ છે, જેનું નામ શાહનીલ ગિલ છે, જે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને સતત ચર્ચામાં રહે છે. વાયરલ થઈ રહેલી પોસ્ટમાં જોઈ શકાય છે કે શાહનીલ ગિલનો જન્મ 16 ડિસેમ્બર 1999ના રોજ થયો હતો. બંને ભાઈ-બહેનના જન્મદિવસ પર નજર કરીએ તો માત્ર 3 મહિનાનો જ તફાવત છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટરો પર તેમની ઉંમર બદલીને છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
Is this a Age Fraud ?
— Catch! Droped (@OhoCatchDroped) November 12, 2024
What is Happening in Cricket @ICC AND @BCCI ?
Shubman Gil Born on 08/08/199
His Sister Born on 16/12/1999
How can There be a Difference of 3 three Months in between birth of 2 People.#ICC #BCCI #CricketUpdates#cricketnews #ShubmanGill#ChampionsTrophy pic.twitter.com/P7pVnD8MxO
શું છે હકીકત
આ પ્રકારની પોસ્ટ પહેલા પણ વાયરલ થઈ છે, પરંતુ ગુજરાત ટાઇટન્સે લગભગ એક વર્ષ પહેલા રક્ષાબંધનના અવસર પર ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. તે વીડિયો ક્લિપમાં ગુજરાત તરફથી રમતા ખેલાડીઓની બહેનોએ તેમના ભાઈઓ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ જ વીડિયોમાં શાહનીલ ગિલે ખુલાસો કર્યો હતો કે તેની અને શુભમનની ઉંમરમાં અઢી વર્ષનો તફાવત છે.
View this post on Instagram
આ વીડિયોમાં શાહનીલ ગિલ કહે છે, "બાળપણમાં અમે એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ હતા. અમે હંમેશા સાથે ફરતા હતા. પરંતુ જ્યારે શુભમને મેચ રમવા માટે બહાર જવાનું શરૂ કર્યું અને મોટાભાગે ઘરની બહાર જ રહેવાનું શરૂ કર્યું, ત્યારે આ સમય અઘરો હતો. કારણ કે મારી ઉંમરમાં માત્ર અઢી વર્ષનો તફાવત હોવાથી હું ખૂબ શરમાળ હતો, જ્યારે શુભમન બહુ તોફાન કરતો હતો.